ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ તેના ગ્લેમરસ લુક અને સ્ટાઈલિશ અવતાર માટે સોશિયલ મીડિયા પર ઘણી વાર હેડલાઈન્સમાં રહે છે પરંતુ આ વખતે એક્ટ્રેસે તેની ગ્લેમરસ સ્ટાઈલ સાથે સાથે નો મેકઅપ લુક માટે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ‘નાગિન’ તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી તેજસ્વી પ્રકાશ હાલમાં જ સાંજના સમયે મુંબઈના બાંદ્રામાં એક સલૂનની બહાર જોવા મળી હતી.
આ દરમિયાન, અભિનેત્રીએ તેના નો મેકઅપ લુકને ખૂબ જ કોન્ફિડન્સ સાથે બતાવ્યો. તેજસ્વી પ્રકાશે આ દરમિયાન તેની સ્માઇલથી પણ લોકોને ઇમ્પ્રેસ કર્યા હતા. તેજસ્વી પ્રકાશે સ્લીવલેસ ટોપ અને નો મેકઅપ લુક સાથે ડેનિમ પહેર્યુ હતુ. અભિનેત્રીએ તેના સ્ટાઇલિશ આઉટફિટ સાથે બ્લેક ચપ્પલ પહેર્યા હતા. અભિનેત્રીએ આ લુક સાથે બ્લેક હેન્ડ બેગ પણ કેરી કર્યુ હતુ.
તેજસ્વી પ્રકાશનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ સ્વરાગિની, પહેરેદાર પિયા કી, નાગિન જેવી ઘણી ટીવી સિરિયલોમાં તેની અભિનય કુશળતા બતાવી છે. તેજસ્વી રિયાલિટી શો બિગ બોસ 15 અને ખતરો કે ખિલાડીનો પણ ભાગ રહી ચૂકી છે.
View this post on Instagram