બંને પગમાં છે પોલિયો, છતાં હિંમતને સલામ ! 16 કલાક સુધી કામ કરે છે આ સ્વિગી ડિલિવરી બોય, વીડિયો ભાવુક કરી દેશે.. જુઓ

વાહ સલામ છે આવા સાહસને ! લોકો હાથ પગ હોવા છતાં કામ કરવાના બહાના કાઢે છે અને આ પોલિયોગ્રસ્ત વ્યક્તિને જુઓ, 16-16 કલાક કરે છે કામ… જુઓ વીડિયો

Polio-ridden Swiggy Delivery Agent : સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સફળતાની કહાનીઓ સામે આવતી હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય છે અને ઘણા એવા પણ હોય છે જેમને શારીરિક ખોળ ખાંપણ હોવા છતાં પણ હાર  નથી માનતા અને સતત લડતા રહે છે, હાલ એવા જ એક સ્વિગી ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોએ જોનારા તમામને ભાવુક બનાવી દીધા છે અને લોકો તેને પોતાની પ્રેરણા કહી રહ્યા છે. આ 36 વર્ષના વૈથીશ્વરની કહાની છે, જેના બંને પગ પોલિયોથી પ્રભાવિત છે. પરંતુ તેની હિંમત અને જુસ્સો કોઈથી ઓછો નથી. તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એમએની ડિગ્રી મેળવી. આજે તે પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસમાં 16 કલાક કામ કરે છે.

‘ધ હિન્દુ’એ તેનો એક વીડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો હતો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વૈથીશ્વરનને ડિલિવરી કરતા જોઈ શકાય છે. ધ હિંદુના સમાચાર અનુસાર, વૈથીશ્વરન સવારે 6 વાગ્યાથી રેસ્ટોરન્ટમાં ફૂડ પાર્સલ લેવા જાય છે અને વાહનની મદદથી તેને ડિલિવરી લોકેશન પર લઈ જાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 83 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો કોમેન્ટમાં તેની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સલામ. તેણે સખત મહેનત અને કામ કરવાનું પસંદ કર્યું.’ બીજાએ લખ્યું, ‘આ દરેક માટે પ્રેરણા છે કે જીવનમાં કોઈ અવરોધ કોઈને સન્માનજનક જીવન જીવતા રોકી શકે નહીં.’

Niraj Patel
error: Unable To Copy Protected Content!