હાઇવે રોડની વચ્ચે જ હાથમાં પિસ્તોલ લઈને રીલ બનાવવા લાગી આ છોકરી.. વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી એક્શન મોડમાં

હાઇવે પર હાથમાં બંદૂક લહેરાવીને નાચી રહી હતી આ સોશિયલ મીડિયા સ્ટાર, વાયરલ થતા જ પોલીસે લીધું આ એક્શન.. જુઓ

Made a reel on the road with a pistol : સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો અવનવા અખતરા કરતા હોય છે. કોઈ બાઈક પર કે કાર પર સ્ટન્ટ કરતા હોય છે તો કોઈ ટૂંકા કપડાં પહેરીને અશ્લીલ હરકતો પણ કરતા જોવા મળે છે, આવા ઘણા લોકોના વીડિયો પણ વાયરલ થતા હોય છે અને લોકો પણ તેમને ખરીખોટી સંભળાવે છે અને પોલીસ પણ આવા વીડિયોને લઈને વ્યક્તિ પર કાર્યવાહી કરે છે, ત્યારે હાલ એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે રોડ વચ્ચે પિસ્તોલ લઈને રીલ બનાવી રહી છે.

વાયરલ થઇ રહેલો વીડિયો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો છે જ્યાં સિમરન યાદવ નામની ઇન્સ્ટાગ્રામ ઇફ્લ્યુન્સર દ્વારા રીલ બનાવતી વખતે કરવામાં આવેલ એક્શન જાણે કાયદાની મજાક ઉડાવી રહી હોય. સિમરન સલવાર સૂટ પહેરીને અને હાથમાં બંદૂક લહેરાવીને હાઇવે પર ડાન્સ કરી રહી છે. તેની પાછળ અનેક વાહનો પસાર થઈ રહ્યા છે.

સિમરનનો આ વીડિયો વાયરલ થયા બાદ હવે એડવોકેટ કલ્યાણજી ચૌધરીએ આ વીડિયોને પોતાના ટ્વિટર પર @DeewaneHindust1 આઈડીથી શેર કર્યો છે, તેમણે લખનઉ પોલીસ સહિત યુપીના ઘણા સત્તાવાર એકાઉન્ટને પણ ટેગ કર્યા છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે “લખનઉની ઈન્સ્ટાગ્રામ સ્ટાર સિમરન યાદવ ખુલ્લેઆમ હાઈવે પર પિસ્તોલ લહેરાવીને વીડિયો બનાવી રહી છે. તે સમાજમાં તેના સમુદાયની તાકાત બતાવવા માટે વીડિયો વાયરલ કરીને કાયદા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે.”

વીડિયો સામે આવ્યા બાદ તરત જ, યુપી પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે તેના ટિપ્પણી વિભાગમાં લખનઉ પોલીસને ટૅગ કર્યા અને તેના જવાબમાં લખનૌ પોલીસે લખ્યું, ‘સંબંધિતોને આ બાબતે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવેલ છે. આ સિવાય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સિમરન યાદવને તેના વીડિયો માટે ઉધડો લીધો છે. એક યુઝરે કહ્યું, આ જોકર પર ભારે દંડ લગાવવાનું શરૂ કરવું જોઈએ.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘ઈન્સ્ટાગ્રામ પરથી આવા એકાઉન્ટ્સ હટાવવા જોઈએ.’

Niraj Patel