“જે કંઈ છે એ મારું ઘર છે, એ મંદિર મેં બનાવ્યું છે… ભાઈ, મારું શું છે, આ મારું છેલ્લું છે…” KKRના અભિષેક શર્મા સાથેની રોહિતની વાતચીતનો વીડિયો વાયરલ, શું MIને છોડી દેશે હિટમેન ?
Rohit Sharma and Abhishek Nayar leaked : આજે IPLના 60માં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાત્તા નાઈડ રાઇડર વચ્ચે જામવાનો છે. ત્યારે આ મેચ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને મોટો હોબાળો મચાવી દીધો છે. વીડિયોમાં, ભૂતપૂર્વ MI કેપ્ટન KKRના સપોર્ટ સ્ટાફ અભિષેક નાયર સાથે વાતચીત કરતા જોવા મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, KKRએ આ વીડિયોને પહેલા તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો, પરંતુ જેવી જ ફેન્સે વીડિયોમાં થઈ રહેલી વાતચીતની નોંધ લીધી અને આ વાતચીત વાયરલ થઈ, KKRએ વીડિયો ડિલીટ કરી દીધો. જો કે, ત્યાં સુધીમાં ચાહકોએ વિડિયો ડાઉનલોડ કરી લીધો હતો અને વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
ચાહકોના ઘોંઘાટને કારણે, રોહિત શર્મા અને અભિષેક નાયર વચ્ચે થઈ રહેલી વાતચીત સ્પષ્ટ નથી, પરંતુ સમજી શકાય છે તે મુજબ, રોહિત શર્મા કહેતો જોવા મળે છે, ‘દરેક વસ્તુ બદલાઈ રહી છે… તે તેના પર નિર્ભર છે. ભાઈ, જે કંઈ છે એ મારું ઘર છે, એ મંદિર મેં બનાવ્યું છે… ભાઈ, મારું શું છે, આ મારું છેલ્લું છે..’
જો કે બાકીની વાતચીત સ્પષ્ટ નથી સંભળાતી, પરંતુ રોહિત અને અભિષેક વચ્ચેની આ વાતચીત વાયરલ થયા પછી, ચાહકોએ તરત જ તેના પર તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રોહિત MI કેપ્ટનશિપ અને ટીમના વર્તમાન વાતાવરણ વિશે વાત કરી રહ્યો હતો. અને હવે ચાહકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આ MIમાં રોહિતની આ છેલ્લી સીઝન છે.
— Aryan (@Aryan45_45) May 10, 2024