ખચોખચ ભરેલી ટ્રેનમાં એક વ્યક્તિને લાગી ટોયલેટ, પછી ટોયલેટ સુધી જવા માટે અપનાવ્યો એવો જુગાડ કે વીડિયો થયો વાયરલ

ટ્રેનના ખચોખચ ભરેલા સ્લીપર ક્લાસની અંદર એક વ્યક્તિને લાગી ગઈ ટોયલેટ, પછી બની ગયો સ્પાઇડરમેન, વીડિયો જોઈને હેરાન રહી જશો…

Passenger Spider Man Stunt To Reach Toilet : ભારતની અંદર ટ્રેન અને બસની મુસાફરી લગભગ દરેક વ્યક્તિએ કરી જ હશે. લોકલ ટ્રેન અને બસની અંદર ઘણીવાર એવી ભીડ હોય છે કે ચઢવા માટે પણ ધક્કામુક્કી કરવી પડે છે, સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે જેમાં વ્યક્તિ ગમે તેમ કરીને જગ્યા મેળવવાનો પ્રયાસ કરતો હોય. તો વિચારો જરા જો ખચાખચ ભરેલી ટ્રેનમાં કોઈને ટોયલેટ લાગે તો શું હાલ થાય ? હાલ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ ખચાખચ ભરેલી ટ્રેનમાં ટોયલેટ જવા માટે એવો જુગાડ અપનાવે છે કે વીડિયોને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે યુવક સંપૂર્ણપણે દેશી સ્પાઈડર મેન બની ગયો છે. તે ટોયલેટ સુધી પહોંચવા માટે એક્રોબેટિક્સ કરી રહ્યો છે. બાકીના મુસાફરો તેને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @log.kya.kahenge પર શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે- જનરલ અને સ્લીપર ક્લાસમાં એક સામાન્ય દિવસ. ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને તેના પર કોમેન્ટ પણ કરી છે. ઘણા વપરાશકર્તાઓ માને છે કે સ્લીપર અને જનરલની સ્થિતિ લગભગ સમાન બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Logkyakahenge (@log.kya.kahenge)

આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે – ક્યારેક તો ભારત હવે ભારતીયો માટે નથી રહ્યું. અન્ય એક યુઝરે લખ્યું છે – જો હું કંઈક કહું તો કેટલાક રાજ્યોના લોકો ગુસ્સે થઈ જશે. ત્રીજા યૂઝરે લખ્યું છે- એ નિશ્ચિત છે કે ટ્રેન યુપી-બિહાર તરફ હશે. અન્ય યુઝરે લખ્યું છે- થર્ડ એસી પણ લગભગ આવું જ છે. આ  ઉપરાંત પણ બીજા ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel