ટ્રકે બાઇકને ઘસેડી, લટકેલો રહ્યો યુવક, નીકળી રહી હતી ચિંગારી, વીડિયો જોઇ ઊભા થઇ જશે રૂંવાડા
હૈદરાબાદથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રક અને બાઈકની ટક્કર થઇ અને આ પછી બાઇક ટ્રકના આગળના વ્હીલમાં ફસાઈ ગઇ. ટ્રકે લગભગ બે કિલોમીટર સુધી બાઇકને ઘસેડ્યુ. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે બાઇકની જે ટ્રક સાથે ટક્કર થઈ હતી તે ટ્રકથી લટકીને બાઇક ચાલકે પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના ગત શનિવારે મોડી રાત્રે બની હતી પરંતુ X પર વિડિયો વાયરલ થયા બાદ તે પ્રકાશમાં આવી.ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જ્યારે ચંદ્રાયવગુટ્ટાથી એલબી નગર જઇ રહેલ એક ટ્રકે ઓવેસી ફ્લાયઓવરથી નીચે ઉતરતા સમયે બાઇકને ટક્કર મારી, ત્યારે આ બાઇક ટ્રકના આગળના વ્હીલ નીચે ફસાઇ ગઇ અને બાઇક સવાર ટ્રકે લટકી ગયો. ટક્કર બાદ પણ ટ્રક ડ્રાઇવરે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યુ. બાઇક ટ્રકના આગળના વ્હીલ નીચે અટવાયું હોવાથી તણખા પણ ઉડતા હતા.
ઘણા કિલોમીટર સુધી ઘસેડાયા બાદ બાઇક આગળના વ્હીલની નીચેથી બહાર આવી. આ ખૌફનાક દેખાતા અકસ્માતમાં બાઇક ચાલકે ટ્રક પર લટકીને પોતાનો જીવ બચાવ્યો. મળતી માહિતી મુજબ પોતાનો જીવ બચાવવા માટે ટ્રક પર લટકતો યુવાન વારંવાર ડ્રાઈવરને રોકવા માટે કહે છે. પરંતુ ભીડથી બચવા માટે તે ટ્રક ચલાવતો રહે છે. ટ્રક ડ્રાઈવરની ઓળખ પૃથ્વીરાજ તરીકે થઈ છે અને તેની સામે ખતરનાક ડ્રાઈવિંગ માટે કેસ નોંધવામાં આવ્યો છે.