સુરતમાં પિતાએ લાખોનું દેવું કરી દીકરાને વિદેશ મોકલ્યો, કેનેડા જઈને દીકરો માતા પિતાને ભૂલી જતા દેવા નીચે દબાયેલા માતા પિતાએ આપઘાત કર્યો

કેનેડા જવા દીકરાએ 38 લાખનું દેવું કર્યું, પછી માતા-પિતાને જ ભૂલી ગયો, માતા-પિતાને જીવ ટૂંકાવ્યો, જાણો સમગ્ર વિગત

Suicide of parents living in Surat : આપણા દેશમાંથી ઘણા લોકો વિદેશ ભણવા અને કમાવવા માટે જતા હોય છે, ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો વિદેશ જાય છે. ત્યારે વિદેશ જવા માટે લોકો લાખો રૂપિયાનું દેવું પણ કરતા હોય છે. ઘણા સંતાનો વિદેશ જઈને આ દેવું પૂર્ણ પણ  કરતા હોય છે તો ઘણા માતા પિતા સામે પાછું વળીને જોતા પણ નથી, એક આવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં લાખોનું દેવું કરીને દીકરાને કેનેડા મોકલ્યો અને દીકરો ત્યાં જઈને માતા પિતાને ભૂલી જતા તેમને મોતને વહાલું કરવું પડ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ભગવાનભાઈ ગેડીયા અને તેમના 64 વર્ષીય પતનમી મુકતાબેને ગત શનિવારના  સવારે પંખા સાથે લટકીને પોતાનો જીવ આપી દીધો. ચુનીભાઈ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા, તેમને બે સંતાનો છે, જેમાંથી એક સંજય સાડી મોડલિંગનું કામ કરે છે અને બીજો દીકરો પિયુષ કેનેડામાં રહેતો હતો.  તેમના મોત અંગે સુરત રહેતા દીકરાને જાણ થતા જ સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યા. સાથે જ પોલીસને ઘટના સ્થળેથી 5-7 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેના આધારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આપઘાત પાછળનું કારણ દીકરાનું માતા પિતાથી દૂર રહેવું અને પુત્રવધુની ગેરવર્તણૂક હોવાનું હાલ સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે થોડા સમય પહેલા દીકરા પિયુષને 38 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું, જે તેમના માતા પિતાએ દાગીના વેચીને ચૂક્યું હતું, અને દીકરાને કેનેડા મોકલી વ્યવસાય કરવા માટેની તક પણ આપી હતી, પરંતુ દીકરો પિયુષ કેનેડા જઈને માતા પિતાને ભુંલી ગયો અને માતા પિતા સાથે સંબંધો પણ કાપી નાખ્યા હતા. એટલું જ નહિ, એકવાર પિયુષ કેનેડાથી સુરત આવ્યો ત્યારે તે તેના માતા પિતાને મળવા પણ આવ્યો નહોતો. ત્યારે આ હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel