હદ છે ! ભગવાન રામની તસવીર છપાયેલી પેપર પ્લેટમાં દુકાનદાર વેચી રહ્યો હતો બિરયાની- જુઓ વીડિયો

ભગવાન રામની તસવીર વાળી પ્લેટમાં બિરયાની વેચવા પર હંગામો- જુઓ વીડિયો

નવી દિલ્હીમાં ભગવાન રામની તસવીરવાળી પ્લેટ પર બિરિયાની વેચવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, જહાંગીરપુરીમાં એક બિરયાની વેચનારએ કંઈક એવું કર્યું છે જેના કારણે તે વિવાદોમાં ફસાઈ ગયો. આરોપ છે કે દુકાનદાર ભગવાન રામની તસવીરવાળી કાગળની પ્લેટમાં લોકોને બિરયાની વેચી રહ્યો હતો. તેનાથી હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો જોતા લોકોમાં દુકાનદાર પ્રત્યે રોષ ફેલાયો છે. વીડિયો જોનારા લોકો આ કૃત્યની સખત નિંદા કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. વીડિયોમાં, બિરયાની વિક્રેતા કાગળની પ્લેટમાં બિરયાની વેચતો જોવા મળ્યો હતો, જેમાં અમી ગનાત્રાની ‘રામાયણ અનરવેલ્ડ’ નામની પુસ્તક પ્રિન્ટ હતી. આ હરકતને ઘણા લોકોએ અપમાનજનક માની અને નારાજગી જતાવી. ફરિયાદ બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે થોડા સમય માટે દુકાનદારને કસ્ટડીમાં લીધો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દુકાનદારે એક ફેક્ટરીમાંથી 1000 પ્લેટો ખરીદી હતી. તેમાંથી માત્ર ચાર પર ભગવાન રામની તસવીર છપાયેલી હતી, દુકાનદારે કહ્યું કે તે પ્લેટો પર ભગવાન રામની તસવીર વિશે જાણતો ન હતો. આ મામલે કારખાનેદારની પૂછપરછ કરતાં મામલો સાચો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનદારને IPC કલમ 107/151 (નિવારક હિરાસત) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં છોડી દેવાયો હતો.

હાલમાં પ્લેટો જપ્ત કરવામાં આવી છે. હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે બપોરે માહિતી મળતા જ દિલ્હી પોલીસ જહાંગીરપુરી પહોંચી અને જોયું કે કેટલાક લોકો દુકાનની બહાર વિરોધ કરી રહ્યા હતા. આ પછી પોલીસે તેમને મામલાની યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી અને તેમને શાંત કર્યા.

Shah Jina