સુરેન્દ્રનગરના વણોદ પાસે કાર અને ટેન્કર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, કારનું વળી ગયું પડીકું, 1નું મોત.. જુઓ વીડિયો

Vanod Highway Accident : ગુજરાતમાં રોજ બરોજ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને આવા અકસ્માતની અંદર ઘણા લોકોના મોત નિપજતા હોવાનું પણ સામે આવે છે. મોટાભાગના અકસ્માત રોન્ગ સાઈડમાં જવાથી, બેફિકરાઈથી કે ઓવર સ્પિડીંગમાં વાહન ચલાવવાના કારણે થતા હોવાનું સામે આવે છે, ત્યારે હાલ એવા એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરના વણોદ પાસેથી સામે આવી છે, જ્યાં ટેન્કર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી રાજકોટ હાઇવે પર આવેલા વણોદ હાઇવે પર ટેન્કરની પાછળ કાર ઘુસી જતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. આ અકસ્માત પાછળ યુવકના કારનું ટાયર ફાટી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવ મૂળ સાયલા તાલુકાના થોડીયાળ ગામનો વતની હતો અને તેનું નામ જયેશભાઇ રાજુભાઈ વ્યાસ હોવાનું સામે આવી રહ્યું છે.

અકસ્માત બાદ જોરવનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવવયો હતો. જેના બાદ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાલતી કારનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ધડાકા ભેર ઘુસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારનો કુડચો વળી ગયો હતો. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા તેને સરવર માટે સાયલા લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે યુવકના પરિવારજનોને જાણ કરતા જ પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ પણ ફરી વળ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Niraj Patel