આણંદથી સોસાયટીના રહીશો સાથે ચાર ધામ યાત્રાએ ગઈ મહિલા, પરત આવ્યો તેમનો મૃતદેહ, કેદારનાથમાં થયું મોત- જાણો સમગ્ર મામલો

Anand Woman dies in Kedarnath : ચાર ધામ યાત્રા શરૂ થવાની સાથે  મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, આ દરમિયાન ચારધામ યાત્રાના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે, જેમાં ટ્રાફિક જામ અને શ્રદ્ધાળુઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે, આ દરમિયાન કેટલીક દુર્ઘટનાની ખબરો પણ સામે આવતી જોવા મળે છે.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સોસાયટીના રહીશો સાથે જાગૃતિબેન બારોટ નામની મહિલા પણ ગઈ હતી, ત્યારે કેદારનાથ યાત્રા દરમિયાન જ કેદારનાથમાં મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેના બાદ પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો, જાગૃતિબેનના મૃતદેહને આણંદ લાવવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ પણ સતત સામે આવી રહ્યા છે, હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથે જ ચારધામ યાત્રામાં યાત્રિકોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે, ઘણા લોકો કલાકો સુધી જામમાં અટવાઈ રહે છે અને તેમને ખાવા પાણી પણ મળતું નથી.

Niraj Patel