Monsoon Update IMD : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે અને ગરમીના કારણે લોકો ખુબ જ પરેશાન પણ થઇ ગયા છે. આવી ગરમીમાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ હવે પસંદ નથી કરી રહ્યા. ત્યારે લોકો પણ હવે ગરમીથીજલ્દી છુટકારો મળે તેવી ઈચ્છા રાખીને બેઠા છે. ત્યારે આ બધા વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 19 જૂનથી લઈને 30 જૂન વચ્ચે ચોમાસુ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસુ હાલ આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે અને 31 મે સુધી કેરળ પહોંચી જશે. કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન છે પરંતુ જાહેર કરેલી તારીખથી 4 દિવસ વહેલા મોડું પહોંચવાની શક્યતા છે. ઉપરાંત આ વર્ષે ચોમાસુ કેરળમાં વહેલું પહોંચી શકવાની આગાહી પણ કરવામાં આવી છે. IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.
આગાહી પ્રમાણે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે. ત્યારે ગુજરાતમાં ચોમાસુ 19 જૂનથી લઈને 30 જૂન વચ્ચે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે હહજુ 1 મહિના સુધી ગુજરાતીઓએ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે.