‘OYO બંધ કરાવ્યા, હવે ક્યાં જઇએ’, પાર્કમાં ઇશ્ક ફરમાવી રહેલા પ્રેમી પંખીડાએ ભાજપના ધારાસભ્યને કહ્યુ એવું કે- જુઓ વીડિયો

ધારાસભ્ય રિકેશ સેન પાસે છોકરા-છોકરીઓએ માંગો OYO રૂમ : ભિલાઇના ગાર્ડનમાં રેડ મારવા પહોંચ્યા તો યુવતિ બોલી- તમે બધુ બંધ કરાવી દીધુ, ક્યાં જઇએ

‘OYO પણ બંધ કરાવી દીધુ, અમે ક્યાં જઇએ’, ગાર્ડનમાં રેડ મારવા પહોંચેલા BJP MLAને બોલ્યુ કપલ

છત્તીસગઢના દુર્ગ જિલ્લાની વૈશાલી નગર સીટના બીજેપી ધારાસભ્ય રિકેશ સેન પોતાની અનોખી કામ કરવાની શૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ તેમના વિસ્તારમાં મળેલી ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપે છે. આ દરમિયાન તેમને પોશ કોલોની નહેરુનગર સ્થિત પાર્કમાં પ્રેમીપંખીડાઓ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ તે બપોરે રેડ પાડવા પહોંચી ગયા.

આ દરમિયાન તેમનો પ્રેમી પંખીડા સાથે ઝઘડો પણ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બગીચામાં પહોંચ્યા બાદ રિકેશ સેને ત્યાં બેઠેલા પ્રેમીઓને સમજાવ્યું કે તેઓ અભ્યાસ કરે અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપે. ધારાસભ્ય સામે એક યુવકે વ્યથા વ્યક્ત કરી. તેણે ધારાસભ્યને કહ્યું કે અમે ક્યાં જઈએ, તમે તો OYO બંધ કરાવી દીધું. બધી મુલાકાતની જગ્યા તમને લઇને દહેશત છે.

હવે અમે વૈશાલી નગર છોડી ભિલાઈના મૈત્રી ગાર્ડન જઈશું. ત્યાં હાજર એક 22 વર્ષની યુવતીએ પણ ધારાસભ્ય સાથે દલીલ કરી હતી અને કહ્યું કે પ્રેમ અને ગુપ્ત રીતે મુલાકાત વર્ષોથી થઈ રહી છે. ઘરમાં પેરેન્ટ્સ છે અને તમે બહાર. આના પર ધારાસભ્ય રિકેશે બગીચામાં પ્રેમાલાપ કરવાની ના પાડી દીધી.

બગીચાની આસપાસ રહેતા લોકોએ ધારાસભ્ય રિકેશ સેનને ફરિયાદ કરી હતી કે અહીં અશ્લીલ હરકતો થાય છે જેના કારણે બગીચામાં ફરવા જતી મહિલાઓ અસ્વસ્થતા અનુભવે છે. પ્રેમીઓના સતત મેળાપને કારણે આસપાસનું વાતાવરણ બગડી રહ્યું છે. નહેરુ નગરનો બગીચો પ્રેમીઓનો અડ્ડો બની ગયો છે. અહીં પ્રેમી યુગલો અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે.

આ વાતથી ધારાસભ્ય નારાજ થયા અને બપોરે તેઓ પોતે રેડ પાડવા પહોંચ્યા. આ દરમિયાન અડધો ડઝન પ્રેમીઓ પણ ત્યાં હાજર હતા. ધારાસભ્યના કાફલાને જોઈને પ્રેમી જોડા થોડા ડરી ગયા પણ ભાગ્યા નહીં. જણાવી દઈએ કે લગભગ ત્રણ મહિના પહેલા, ધારાસભ્ય રિકેશ સેને કોર્પોરેશન અને પોલીસની ટીમ સાથે વૈશાલી નગર વિધાનસભાના મોટાભાગના OYOને બંધ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina