રાજકોટમાં CAનો અભ્યાસ કરતી યુવતિએ ટૂંકાવ્યુ જીવન- નાપાસ થતા ઉઠાવ્યુ ખૌફનાક પગલુ, બે ભાઇઓની હતી એકની એક બહેન

રાજકોટ : CAની પરીક્ષામાં નાપાસ થતા બે ભાઇઓની એકની એક બહેને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- મારાથી સહન નથી થતું…આઈ એમ સોરી

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાંના કેટલાક તો વિદ્યાર્થીઓના હોય છે. હાલમાં જ હજુ તો 9 મેએ ધોરણ-12નું પરિણામ આવ્યુ છે ત્યાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતી 21 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો, આપઘાતનું કારણ સીએની પરીક્ષામાં નપાસ થવાનું કહેવાઇ રહ્યુ છે. જો કે આપઘાત પહેલા યુવતીએ એક સુસાઇડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી છે. હાલ તો પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

File Pic

પ્રાપ્ત જાણકારી અનુસાર, કોઠારીયા રોડ પર તીરૂપતિ સોસાયટીમાં રહેતી 21 વર્ષિય માનસી ગઢીયા CAની પરીક્ષા માટે તૈયારી કરતી હતી. ગત રોજ રાત્રે 12.30 વાગ્યા સુધી તે ઘરે વાંચી રહી હતી ત્યારે દીકરીને સુઇ જવાનું કહીં માતા પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા. આ પછી સવારે ઉઠીને જોયું તો માનસીએ ઘરના આગળના હોલમાં પંખા સાથે ગળે ફાંસો ખાધો હતો. આ પછી માનસીને નીચે ઉતારી 108ને જાણ કરાઇ પણ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પરિવારની પૂછપરછ દરમિયાન પોલિસને જાણવા મળ્યું કે, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી પણ તેમ છતાં દીકરીને સીએનું ભણાવતા હતા. મૃતકના પિતાને ઘર પાસે પાનની દુકાન છે. બે ભાઈ અને એક બહેનમાં તે નાની હતી. એવું સામે આવ્યુ છે કે માનસી થોડા દિવસથી ડિપ્રેશનમાં હતી અને પરીક્ષાને લઈ ચિંતિત હતી.

માનસીએ આપઘાત પહેલા જે સુસાઇડ નોટ લખી છે તેમાં તેણે લખ્યું કે, આઇ એમ સોરી, મને નથી ખબર કે હું આ કેમ કરું છું પણ મારાથી સહન નથી થતું. મમ્મીએ દાદાએ મને આટલું ભણાવી ને હું આટલા સુધી પહોંચી શકી. પણ ઘણા સમયથી એવું લાગે છે કે એમણે મારા માટે વિચાર્યું એ મારાથી નથી થવાનું. હું ઘણી મહેનત કરું છું. પરીક્ષામાં હું ફેલ થઈ તો પણ મને ઘરેથી કોઇએ કંઈ ના કહ્યુ. હું મગજથી થાકી ગઈ છું.

પરીક્ષા છે એના માટે ખુબ જ મહેનત કરી છે. પણ આખો દિવસ એકલા રહીને ઓવરથિંકીંગ કરું છું. ફ્યુચરમાં કંઈ નહીં થાય મારાથી તો ? માનસીએ આગળ લખ્યુ- મને બીક લાગે છે, મારી મમ્મી થાકી ગઈ છે. હું આવી રીતે નથી જોઇ શકતી એને. હું આટલે સુધી પહોંચીને સીએ નથી મુકી શકતી. મને કોઇ પરાણે નથી કરાવતું. હું મારી મરજીથી જ કરું છું. આ બધુ મારા દાદા નથી તો કોઇ નથી એવું લાગે છે. મને મારા બે ભાઇએ સપોર્ટ કર્યો અને ભણવામાં મારા માટે જેટલું કરી શકાય એટલું કર્યું.

File Pic

વધુમાં માનસીએ લખ્યુ- મારી તબિયત ખરાબ થવા લાગી,આના લીધે મારા ભાઇ અને મમ્મી સામે જોઇને અત્યાર સુધી મેં કંઈ નહોતું કર્યું. પણ હવે મારાથી નથી સહન થતું. આ ડિપ્રેશન છે કે શું મને નથી ખબર પડતી. મેં ઘણી ટ્રાય કરી કે હું આવું ન વિચારું. મને લાગ્યું એવું કે હું ભાઇને આ બધું કહીં દઉં પણ હિંમત ન થઇ. આઇ એમ સોરી, મમ્મી, ભાઇ, ડેનિસ. ભાઇ અને ડેનિસ હોય ત્યારે મને આવા કંઈ વિચાર નહોતા આવતા પણ મારા માટે હું ભાઇને ઘરે નથી બેસાડી શકતી.

Shah Jina