સુરતમાંથી સામે આવી હૃદયનો ધબકારો ચુકાવી દે એવી ઘટના, ચોથા માળેથી લિફ્ટ પડતા ઘટી ભંયકર દુર્ઘટના

લિફ્ટમાં બેસો તો રહો સાવધાન, સુરતમાં ચોથા માળેથી લિફ્ટ પડતા 4ના હાડકાં તૂટ્યા

લિફ્ટ હાઇરાઇઝ બિલ્ડિંગ માટે સુવિધાજનક છે, પણ ઘણીવાર આ જ લિફ્ટ જિંદગી પર જોખણ પણ ઉભું કરે છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં લિફ્ટ તૂટી પડતા કેટલાક લોકો ફસાયા તો કેટલાકના મોત થયા છે. ત્યારે હાલમાં સુરતમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં આવેલ બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાના કારણે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી એકની હાલત ગંભીર છે.

બે દિવસ પહેલાં વેડરોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનું લોક અચાનક તૂટવાને કારણે અંદર હાજર ચાર લોકોને ઇજા પહોંચી હતી, જેમાંથી એકની હાલત ગંભીર છે. પહેલા માળે રહેલી લિફ્ટને છઠ્ઠા માળે બોલાવવામાં આવી અને આ પછી બે મહિલાએ લિફ્ટમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ બે યુવક પણ લિફ્ટમાં આવ્યા અને છઠ્ઠા માળેથી આ લિફ્ટ જ્યારે ચોથા માળે પહોંચી ત્યારે થોડોક ઝટકો લાગી અચાનક જ અટકી ગઇ.

અચાનક ઊભી રહી જવાના કારણે અંદર રહેલી બે મહિલા અને બે યુવકને થોડુક અજુગતું લાગ્યુ પણ તેઓ કંઈ વિચારે એ પહેલાં જ ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાઈ. આને કારણે ત્રણ વ્યક્તિને સામાન્ય પહોંચી જ્યારે એક યુવકને ગંભીર ઇજા પહોંચી. હાલમાં ગંભીર યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લિફ્ટમાં પણ મોટુ નુકશાન થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina