મમ્મીના બર્થ-ડે ને ખાસ બનાવવા માટે બાળકે કેબિન ક્રૂને કરી આ રિકવેસ્ટ, ફ્લાઇટમાં આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

ફ્લાઇટમાં બાળકે કેબિન ક્રૂ સાથે મળી મમ્મીને આપ્યુ બર્થ ડે સરપ્રાઇઝ, દિલને સ્પર્શી જાય તેવો વીડિયો વાયરલ

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક હૃદયસ્પર્શી ક્ષણને કેપ્ચર કરતા વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઈન્સ્ટાગ્રામ યુઝર અફઝલ ખાને શેર કરેલા આ વીડિયોમાં ક્રૂ મેમ્બરને પેસેન્જરના જન્મદિવસને ખાસ બનાવવા માટે કંઈક કરતા દેખાડવામાં આવ્યા છે. વિડિયોમાં ખાન જણાવે છે કે કેવી રીતે એક નાનો છોકરો તેની માતાને સરપ્રાઇઝ કરવાની વિનંતી સાથે તેની પાસે આવ્યો, જેનો જન્મદિવસ તે દિવસે હતો.

ફ્લાઈટ ક્રૂ મેમ્બર અફઝલ ખાને ઈન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો શેર કરી લખ્યું, “છોકરો મારી પાસે આવ્યો અને કહ્યું કે આજે તેની માતાનો જન્મદિવસ છે. તે તેને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો અને અમે તેની માતા માટે જન્મદિવસ પર આખી ફ્લાઈટ સાથે તાળીઓ પાડી હતી. ક્લિપમાં છોકરો તેની માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ક્રૂને વિનંતી કરતો બતાવે છે.

કેબિન ક્રૂએ બાળકને નિરાશ ના કર્યો અને ફ્લાઇટના કેપ્ટને પ્લેનમાં જાહેરાત કરી અને સમગ્ર કેબિન ક્રૂ વતી મહિલાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે, મહિલાને જન્મદિવસની ભેટ તરીકે ચોકલેટ સાથે હસ્તલિખિત જન્મદિવસનો સંદેશ આપવામાં આવ્યો. વીડિયોમાં ક્રૂ અને કેટલાક મુસાફરો મહિલા માટે તાળીઓ પાડતા જોઈ શકાય છે.

આ પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે, “અને અમે કોઈના દિવસને વધુ ખાસ બનાવ્યો.” ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં બાળક અને ફ્લાઈટ ક્રૂ પ્રત્યે પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Afzal Khan (@mr.cabin_crew)

Shah Jina