અત્યારે જોરદાર ફિગર થઇ ગયું ‘તેરે નામ’માં મેલીઘેલી અને ચિંથરેહાલ લાગતી આ ‘પાગલ યુવતી’, 10 તસ્વીરો જુઓ
તમે બધાએ સલમાન ખાનની ‘તેરે નામ’ ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મ તો સુપરહિટ રહી હતી સાથે તેની હેર સ્ટાઇલ પર એટલી જ ફેમસ થઇ હતી. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ ભૂમિકા ચાવલા રાતો રાત સ્ટાર બની ગઈ હતી.
@goldenglobes @2018 @beverlyhilton pic.twitter.com/JACjoHKgov
— Radhika Chaudhari (@radch18) 8. tammikuuta 2018
આ સિવાય એક યુવતીએ પાગલ ભિખારણનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં એક વાર સલમાનનો રોલ રાધે તેનો જીવ બચાવે છે તો છેલ્લે તે ભિખારણ રાધેને પાગલખાનામાં લઇ જવા પર પણ ર્રોકે છે. અસલમાં તે યુવતી એક જાણીતી એક્ટ્રેસ છે.
@HarrisonFordLA loved you in @bladerunner pic.twitter.com/WtAPHB99KK
— Radhika Chaudhari (@radch18) 4. lokakuuta 2017

‘તેરે નામ’ ફિલ્મમાં એક સીનમાં રાધે ભાઈ એટલે કે સલમાન ખાન આ એક્ટ્રેસને ગુંડાથી બચાવવામાં મદદ કરે છે, આ ફિલ્મમાં આ એક્ટ્રેસનો આટલો જ રોલ હતો.

પરંતુ આજે તે દેખાવમાં ઘણી બોલ્ડ લાગે છે. આપણે વાત કરી રહ્યા છે, એક્ટ્રેસ રાધિકા ચૌધરીની જેને ‘તેરે નામ’ જેવી સુપરહિટ ફિલ્મમાં પાગલ યુવતીનો રોલ બેખૂબી નિભાવ્યો હતો.

આ રોલ માટે તેની તારીફ પણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રાધીકા મેલા કપડામાં જોવા મળી હતી. પરંતુ તે રિયલ લાઈફમાં એટલી જ સુંદર છે.

રાધિકા ચૌધરીએ હિન્દી સિવાય સાઉથની પણ ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. રાધિકા ચૌધરીએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત 1999માં એક તેલુગુ ફિલ્મથી કરી હતી. જે બાદ રાધિકાએ તમિલ અને કન્નડ ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે.

રાધિકાએ બોલીવુડમાં 2003માં આવેલઈ કરીના કપૂર અને ફરદીન ખાનની ફિલ્મ ‘ખુશી’થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ રાધિકાને પહેચાન તો સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’થી જ મળી હતી.

આ ફિલ્મમાં રાધિકાનો કોઈ ડાયલોગ ના હતો પરંતુ તેના હાવભાવ અને પાગલ યુવતીનું ભાવુક રોલના કારણે જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

2004 સુધી રાધિકા ફિલ્મોમાં બહુજ સક્રિય રહી હતી પરંતુ બાદમાં રાધિકાએ અચાનક જ ફિલ્મને અલવિદા કહી દીધું હતું.

2010માં રાધિકાએ એક ડાયરેક્ટર તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાધિકાએ લોસ વેગલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની શોર્ટ ફિલ્મને કારણે સિલ્વર એસ એવોર્ડ પણ જીત્યો હતો.

રાધિકાએ ‘ઓરેન્જ બ્લોસમ’ નામની શોર્ટ ફિલ્મને હોલીવુડ સ્ટાર સાથે બનાવી હતી. રાધિકા ભલે હિન્દી ફિલ્મોમાંથી ગાયબ હોય પરંતુ વિદેશમાં તે એક એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે.
@Oscars2017_Live @lionsgatemovies @SohoHouse pic.twitter.com/02VED8YdNG
— Radhika Chaudhari (@radch18) 27. helmikuuta 2017
રાધીકા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. રાધિકા એમી એવોર્ડસથી લઈને ગોલ્ડન ગ્લોબ જેવા ઇન્ટરનેશનલ એવોર્ડમાં તે જોવા મળે છે.