ખબર

અમેરિકામાં પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીએ કર્યું આ કામ, તો ચોંકી ગયા સૌ કોઈ, જુઓ વિડીયો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત દિવસીય પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન, તેઓ ‘હાઉડી મોદી’ (Howdy Modi) કાર્યક્રમમાં ભાગ લેવા ટેક્સાસના હ્યુસ્ટન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કંઈક એવું કર્યું કે જેનાથી લોકો ખૂબ પ્રભાવિત થયા અને સોશિયલ મીડિયા પર તેમના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે.

પીએમ મોદીએ શનિવારે રાતે અમેરિકાની ધરતી પર પગ મૂકતાંની સાથે જ સ્વચ્છતાનો સંદેશ આખી દુનિયાને આપ્યો. હકીકતમાં, શનિવારે રાતે લગભગ 10.30 વાગ્યે સ્પેશિયલ એર ઇન્ડિયા વન વિમાન હ્યુસ્ટન પહોંચ્યું કે તરત જ ભારતના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેવા વડાપ્રધાન તેમના વિમાનથી ઉતાર્યા તો અમેરિકાના અધિકારીઓએ તેમનું સન્માન કર્યું. આ દરમિયાન એક મહિલા પ્રતિનિધિએ મોદીને પુષ્પગુચ્છ આપ્યો. મોદીએ અભિવાદન સ્વીકાર્યા બાદ પુષ્પગુચ્છ પોતાના સુરક્ષાકર્મીને અપાઈ દીધું, આ દરમ્યાન પુષ્પગુચ્છમાંથી એક ફૂલ નીચે પડી ગયું તો વડાપ્રધાન હોવા છતા મોદીએ તાત્કાલિક ઝૂકીને નીચે પડેલું ફૂલ ઉઠાવીને પોતાના સુરક્ષાકર્મીને આપ્યું.

પીએમ મોદીએ આવું કરીને અમેરિકાની ધરતી પર સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને હવે ટ્વિટર પર લોકો તેમના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. પીએમ મોદીના આ કાર્યથી પ્રભાવિત થઈને એક યુઝરે લખ્યું – એક જ તો દિલ છે મોદીજી કેટલીવાર જીતશો.

તો અન્ય એક યુઝરે લખ્યું – ઓલ ધ બેસ્ટ મોદી જી. જો ધ્યાનથી જુઓ તો તેમણે પુષ્પગુચ્છથી પડેલા ફૂલને ઉઠાવ્યું. નાની-નાની વાતો પર તેમનું ધ્યાન રહે છે. મહાન નેતાની સાદગી.

એક બીજા યુઝરે લખ્યું – પસાર થતા સમયે એક ફૂલ પડી ગયું. નરેન્દ્ર મોદી આને ઉઠાવવા માટે નીચે ઝૂકી ગયા અને ઉઠાવીને પોતાના સહકર્મચારીને આપી દીધુ. આ નાની-નાની વસ્તુઓ પર આ રીતે ધ્યાન આપવું જ તો તેમણે ઘણા ખાસ બનાવે છે. અન્ય એક યુઝરે લખ્યું – મોદીજીએ અમેરિકામાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે.

જમીન પર પડેલા એક ફૂલને વડાપ્રધાને ઉઠાવ્યું, આ આપણા વડાપ્રધાનનો સ્વભાવ જણાવે છે. તેમણે આ માટે કોઈ પણ પ્રોટોકોલની પરવાહ ન કરી.

જણાવી દઈએ કે પીએમ મોદીને યુ.એસ. માં સ્વચ્છ ભારત અભિયાન માટે સન્માનિત કરવામાં આવશે. આ માટે, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વતી તેમને ગ્લોબલ ગોલકીપર ગોલ એવોર્ડ 2019 પણ એનાયત કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks