મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલને એક ભૂલના કારણે કરી દીધા હતા શોથી બહાર, હાથ પગ જોડીને મનાવ્યા હતા મેકર્સને

નાના પડદાનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરરોજ નવા એપિસોડની સાથે-સાથે તેની કાસ્ટમાં પણ બદલાવને લઈને ચર્ચામાં રહે છે. આ શો પર ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની જિંદગીમાં આવનારા ટ્વીસ્ટ અને ટર્ન દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Shyam Pathak (@shyampathakpopu) on

આ શોની ખાસ વાત એ છે કે, અહીં જોવા મળતા દરેક એક્ટરનું અલગ જ ફેન ફોલોઇંગ છે. દરેક એક્ટર સિરિયલનો અહમ હિસ્સો છે. આ જાણીને તમને હેરાની થશે કે, શોમાં પોપટલાલનો રોલ નિભાવનાર શ્યામ પાઠકને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, આ શ્યામની એક ભૂલના કારણે થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shyam Pathak (@shyampathakpopu) on

એક્ટર શ્યામ પાઠક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનો રોલ નિભાવે છે. આ રોલ એક પ્રેસ રીપોર્ટરનો છે. જેની હજુ સુધી લગ્ન નથી થયા. એક રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા પોપટલાલને મેકર્સે બહારનો રસ્તો દેખાડી દીધો હતો. 2017માં શોમાં જેઠાલાલનો રોલ નિભાવનાર એક્ટર દિલીપ જોશી એક કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા માટે લંડન ગયા હતા. જ્યાં તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના થોડા ફેન્સ મળ્યા હતા. આ ફેન્સે રિકવેસ્ટ કરી હતી કે, તે પોપટલાલ સાથે કોઈ એક્ટિંગ કરે.

 

View this post on Instagram

 

A post shared by Shyam Pathak (@shyampathakpopu) on

તો ફેન્સની રિકવેસ્ટ પર દિલીપ જોશીએ શ્યામ પાઠકને લંડન આવવા માટે ફોન પર પૂછ્યું હતું અને શ્યામ તરત જ લંડન જવા માટે રાજી થઇ ગયો હતો. પરંતુ જયારે તે લંડન ગયો ત્યારે તેને એક ભૂલ કરી દીધી હતી. તેને લંડન જવા વિષે તારક મહેતા ના ઉલ્ટા ચશ્માના મેકર્સેને કોઈ જાણકારી ના હતી. જયારે શ્યામ લંડનથી પરત ફરીને શોના સેટ પર પહોંચ્યો તો જાણીને હેરાન થઇ ગયો કે તેને શોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shyam Pathak (@shyampathakpopu) on

રિપોર્ટનું માનીએ તો શ્યામ આ ખબર સાંભળીને ઘણો ડરી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને 4 દિવસ શોમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જે બાદ શ્યામે આખી ટિમ અને નારાજ પ્રોડ્યુસરની માફી માંગતા શોમાં તેની ફરી એન્ટ્રી થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shyam Pathak (@shyampathakpopu) on

જણાવી દઈએ કે, પોપટલાલના રોલથી શ્યામ પાઠકે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. શોમાં અવિવાહિત કેરેકટરનો રોલ નિભાવનારો શ્યામ રિયલ લાઈફમાં ફક્ત પરિણીત જ નહીં પરંતુ 3 બાળકોનો પિતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.