સમગ્ર ગુજરાતમાં હાલ વડોદરા દુષ્કર્મનો કેસ ચર્ચામાં છે. વડોદરામાં આત્મહત્યા અને સામૂહિક દુષ્કર્મ કેસમાં વેક્સિન ગ્રાઉન્ડ પર ભોગ બનનાર યુવતિએ ટ્રેનમાં આત્મહત્યા કરી લીધી હતી અને તે બાદથી આ કેસ સતત ચર્ચામાં છે. ત્યારે હાલ આ કેસમાં અપડેટ આવી રહી છે, અને આ અપડેટ એ છે કે યુવતિની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને તેનો રીપોર્ટ આવી ગયો છે, જેમાં તેની મોતનું કારણ શ્વાસ રૂંધાવાનું સામે આવ્યુ છે. મોતનું કારણ સામે આવ્યા બાદ હવે યુવતિની હત્યા કરી દેવાઇ હોવાની શંકા રહી જ નથી.
આ કેસમાં હજી પણ આરોપીઓ પકડમાં આવ્યા નથી. 29 ઓક્ટોબરના રોજ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના એક મહિના બાદ પણ હજી આ કેસમાં તપાસ ચાલુ છે અને આ કેસમાં SITની રચના બાદ પણ કોઇ સફળતા હાથ લાગી નથી. આ કેસમાં પહેલા યુવતિની સાયકલ મળી આવી છે અને સિક્યોરીટી ગાર્ડ પણ પકડમાં આવી ગયો છે. આ બાદ યુવતિએ જેની સાથે 36 સેકન્ડ વાત કરી તે પણ પકડમાં આવી ગયો છે પરંતુ આરોપીઓ હજી પણ આઝાદ ફરી રહ્યા છે.
વેક્સિન ગ્રાઉન્ડ પર સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર યુવતિ નવસારી પોતાને ઘરે ગઇ હતી અને ત્યાંથી તે 3 તારીખના રોજ રાત્રે વલસાડ ખાતે ટ્રેનના કોચમાં મૃત મળી આવી હતી. ડોક્ટરોએ તેની લાશનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ અને તેમાં એ સામે આવ્યુ કે તેનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયુ છે. યુવતિના ગળે જે નિશાન મળ્યા તે ફાંસીના હોઇ શકે છે, એમ માનવામાં આવ્યુ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાયુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ છે. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. યુવતીએ સુરત ડોમીનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પણ પૂછપરછ કરી હતી. પોલીસ હવે આ મામલામાં અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.
આ કેસમાં પોલિસ 500થી વધુ CCTV ફુટેજ ચેક કરી ચૂકી છે.પોલીસે બે દિવસમાં વેક્સિન મેદાનની આસપાસ 300થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. 10 દિવસમાં અમદાવાદ-વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા રેલવે પોલીસે 19થી વધુ શકમંદની પૂછતાછ કરી હતી.પીડિતાની ડાયરીમા થયેલી નોંધથી પોલીસ એક પછી એક પુરાવા સુધી પહોંચી રહી છે. જોકે, પોલીસને આ કેસમા યુવતીના મર્ડરની શક્યતા પણ સેવાઈ રહી છે.