ખબર

BREAKING : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી એક્શનમાં, લીધો મોટો નિર્ણય

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે અને આ દરમિયાન યુક્રેનની અંદર ઘણા બધા ભારતીય મૂળના પણ વિધાર્થીઓ ફસાઈ ગયા છે, આ વિધાર્થીઓમાં કેટલાક વિધાર્થીઓ ગુજરાતના પણ છે અને રશિયાના યુક્રેન ઉપર  હુમલા બાદ આ વિધાર્થીઓએ પણ વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી છે.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં રાજકોટ, વડોદરા, ગોંડલ અને ગુજરાતના અન્ય શહેરોના વિધાર્થીઓ છે. હાલ યુક્રેનમાં ભારતીય એમ્બેસીની એમ્બેસીની બહાર પણ લાંબી લાઈન લાગી ચેહ તો બીજી તરફ યુક્રેનમાં સામાન ખરીદવા માટે પણ પડાપડી થઇ રહી છે. ત્યારે યુક્રેનમાં રહેલા ગુજરાતી વિધાર્થીઓ પણ પોતાની આપવીતી જણાવી રહ્યા છે.

થોડા સમય પહેલા જ યુક્રેનમાં રહેતા એક વિધાર્થી હર્ષ સોનીએ એક વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી હતી. હર્ષ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, “અમે અહીંયા યુક્રેનની અંદર મેડિકલના ફાઇનલ યરમાં ભણીએ છીએ.અચાનક જ રશિયા અને યુક્રેનના વોરની સિચ્યુએશન ખુબ જ રિસ્કી લેવલે જતી રહી છે અને તેના લીધે જ અહીંયા જેટલા પણ વિધાર્થીઓ અમારી જેમ ભણે છે તે બધા જ ગભરાઈ ગયા છીએ. અને પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ છે.”

હર્ષ આગળ જણાવી રહ્યો છે કે, “બધાની પાસે ફલાઇટની ટિકિટ હોવા છતાં પણ બધાની ફલાઇટ કેન્સલ થઇ ગઈ છે.અને કોઈપણ બીજી ફલાઇટનું ઓપશન પણ અવેલીબલ નથી. અમારી ભારત સરકારને વિનંતી છે કે બને એટલું જલ્દી અમારા માટે કઈ વિચારે અને અમારા માટે મદદરૂપ થાય. અમને ભારત સરકાર ઉપર વિશ્વાસ છે કે તે કોઈ અમારા માટે પગલાં ભરશે.અને અમને જલ્દી તકે ઘરે પહોંચાડશે. ” વીડિયોમાં હર્ષ સાથે બે અન્ય વિદ્યાર્થીનીઓ પણ જોવા મળી રહી છે.

તસ્વીર સૌજન્ય: દિવ્યભાસ્કર

હર્ષ સોનીએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના 3.30થી 4 વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજી સુધી મારી આંખે યુદ્ધના દૃશ્યો જોયા નથી. પણ સવારે સાડા ત્રણ વાગે બહુ જ ધડાકાના સંભળાયા હતા. હાલ તકલીફમાં એટલું જ છે કે બને તેટલું જલ્દી અહીંથી અમારૂ સ્થળાંતર થાય.

અમે ફ્લાઈટ કરાવી હતી અને આજની જ હતી પણ યુદ્ધના કારણે તે બંધ કરાવી છે. અમારા અડધા વિસ્તારમાં લાઈટ છે અને અડધામાં નથી. હાલ અમે રહીએ છીએ ત્યાંથી 380 કિમી દૂર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ આજે સવારે દેશ યુક્રેન પર હુમલો કર્યો હતો. મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં આશરે યુક્રેનનાં 40 સૈનિકો જ્યારે, યુક્રેને રશિયાના 50 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

રુસની રમી યુક્રેનના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયા છે. કિવમાં યુક્રેનનું એક ફાઈટર જેટ ક્રેશ થઈ ગયુ છે. 14 સૈનિકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. યુક્રેન-રશિયા વિવાદ મુદ્દે PM મોદીએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA પણ હાજર રહેશે. ન્યુઝ એજન્સી પ્રમાણે આજે મોડી રાત્રે PM મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાત કરશે.

આ પહેલા નવી દિલ્હીમાં યુક્રેનના રાજદૂત મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે PM નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી કે તેઓ વર્લ્ડ લિડર છે અને પોતાની શક્તિનો ઉપયોગ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરવા માટે કરે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ લશ્કરી અને આર્થિક હુમલાની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સલા વાન ડેર લિને જણાવ્યું હતું કે રુસની અર્થવ્યવસ્થા નાશ પામશે.

બીજી બાજુ જોઈએ તો દેશ યુક્રેને આપણા દેશ પાસે મદદ માંગી છે તો બીજી તરફ યુરોપિયન યુનિયને રશિયાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાની ધમકી આપી છે. ભારતમાં યુક્રેનના રાજદૂતે કહ્યું હતુ કે, ભારતના PM નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરે. વિશ્વ નેતા તરીકે મોદીની પ્રતિષ્ઠા હોવાને કારણે પુતિન ચોક્કસપણે મોદીની વાત સાંભળશે.

છેલ્લા ઘણા સમયથી ચાલ્યા અઆવ્તા વિવાદ બાદ હવે રશિયાના યૂક્રેન પર હુમલાની શરૂઆતથી જ યુરોપથી એશિયા સુધી બધે જ ઉથલપાથલ થઈ ગઈ છે. શેરબજારો ડૂબી ગયા અને લોકોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા , તેલના ભાવમાં ઉછાળો આવ્યો અને યુરોપિયન ઉડ્ડયન અધિકારીઓએ યૂક્રેન પર નાગરિક વિમાનો માટે ઉચ્ચ જોખમની ચેતવણી આપી છે.

અમેરિકાના ન્યુયોર્કમાં, યુએન સિક્યુરિટી કાઉન્સિલે રશિયાને યુક્રેનમાં સૈનિકો મોકલતા અટકાવવા માટે અસાધારણ કટોકટીની બેઠક યોજી હતી. સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસની “શાંતિને તક આપવા” માટેની વિનંતી ત્યારે જ આવી જ્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન ટીવી પર એક લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી, અને કહ્યું કે તે યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા માટે હતું.

રશિયાના પુતિને કહ્યું હતું કે પૂર્વ યુક્રેનમાં બળવાખોરોએ મોસ્કોને લશ્કરી સહાય માટે પૂછ્યું હતું, સાથે જ અન્ય દેશોને ચેતવણી આપી હતી કે રશિયન ઓપરેશનમાં દખલ કરવાનો કોઈપણ પ્રયાસ કરશે તો તેમને એવું પરિણામ જોવા મળશે જે ક્યારેય નહીં જોયું હોય. દુનિયાને જેનો ડર હતો તે જ થયું. કોરોનાનો યુગ પૂરો થઈ ગયો છે અને વિશ્વ યુદ્ધનો અવાજ સંભળાવા લાગ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિશ્વના તમામ દેશોની અપીલને અવગણીને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. જ્યારે રશિયન સેનાએ તબાહી મચાવવાનું શરૂ કર્યું, ત્યારે યુક્રેનનું દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું.

યુક્રેનની બોર્ડર પાસે એક મહિલા રડતી જોવા મળી હતી, અહીં નજીકમાં રશિયન સેનાએ હુમલો કર્યો છે, બેલારુસથી એન્ટ્રી લઈને આ બાજુ રશિયન સેના ઘૂસી ગઈ હતી. રશિયાના હુમલા બાદ યુક્રેનના કિવ શહેરમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.લોકો પોતાનો સામાન લેવા અને ઘરોમાં કેદ થવા માટે બજારોમાં દોડી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપ્યા પછી, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયન સેના યુક્રેનના મહત્વપૂર્ણ લશ્કરી થાણા પસંદ કરશે- યુક્રેનના લશ્કરી માળખાને નિશાન બનાવીને પસંદગીયુક્ત રીતે બનાવી રહી છે. રશિયાના નિશાના પર યુક્રેનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એર ડિફેન્સ ફેસિલિટી, મિલિટ્રી એરફિલ્ડને પણ રશિયા પોતાના હથિયાર વડે નિશાન બનાવી રહ્યું છે.

ગુરુવારે સવારે પુતિને પૂર્વ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. રશિયન સેના હવે ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશી રહી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના તેમણે પહેલા ક્યારેય જોયા ન હોય તેવા પરિણામો આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચેના વોરને લઈને એક હાઈ લેવલ મીટિંગ બોલાવી છે. હવે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહેવાના છે. આપણા PM ઓફિસરો સાથે યુક્રેન મુદ્દે મહત્વની ચર્ચા કરશે અને ભારત વતી નિવેદન આપે તેવી પણ સંભાવના છે. બેઠકમાં અજિત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

આજે સવારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી હવે યુક્રેન દ્વારા ભારત પાસેથી મદદ માગવમાં આવી છે. ત્યાના રાજદૂતે PM મોદીને આ વૉર બાબતે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. યુક્રેનના રાજદૂક ઈગોર પોલતાએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. જેથી આપનો દેશ રશિયા અને યુક્રેનના વિવાદને કંટ્રોલ કરવા માટે મોટું યોગદાન આપી શકે છે. યુક્રેનના રાજદૂત ઈગોર પોલખાએ PM નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી સાથે સંપર્ક કરે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભારતનું વલણ ન્યૂટ્રલ રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભારતનું સ્ટેન્જ આ યુદ્ધ પર ન્યૂટ્રલ છે.