કોઈ ધંધાદારીઓની ઓફિસોમાં તમે જોયું હશે કે દિવાલ પર દોડતા ઘોડાની છબી લગાવેલી હોય છે. લગભગ ઓફિસોમાં આવી તસ્વીરો લાગેલી હોય છે. બીજી પણ એક વાત નોંધનીય છે, કે મોટેભાગે તસ્વીરમાં દેખાતા ઘોડાની સંખ્યા 7 હોય છે. તમે કદી વિચાર્યું છે કે દોડતા ઘોડાની તસ્વીર આટલી પ્રસિધ્ધ શા માટે છે? શા માટે દરેક ઠેકાણે તે જોવા મળે છે?

જાણી લો, કે આની પાછળ વાસ્તુશાસ્ત્રનો બહુ મહત્ત્વનો સિધ્ધાંત કામ કરે છે. અહીં એ બાબત વિશે જ ચર્ચા કરવી છે. ઇન-શોર્ટ નીચેના પેરેગ્રાફ્સમાં જાણી લો કે ઓફિસમાં કે ઘરમાં દોડતા અશ્વોની તસ્વીર લગાડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
શું દર્શાવે છે દોડતા અશ્વોની તસ્વીર? —

લોકો પોતાના વ્યવસાયમાં સફળતા અને પ્રગતિ મેળવવા માટે ઓફિસમાં કે કામનાં સ્થળે દોડતા સાત ઘોડાની તસ્વીર લગાવે છે. સફળતા માટે આ ફોટો શુભ સંકેત માનવામાં આવે છે. અશ્વો સફળતા, ગતિ અને તાકાતના પ્રતિક છે. વળી, ૭ નો અંક રાખવા પાછળનું કારણ પણ વાસ્તુશાસ્ત્રમાં આ અંકનું સાર્વભૌમિક અને સાર્વત્રિક મહત્વ દર્શાવે છે. ૭ ને શુભ માનવામાં આવે છે.
તસ્વીર લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો —
દોડતા 7 અશ્વોની પ્રતિમા ઓફિસ કે ઘરમાં લગાવો ત્યારે નીચેની અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે:

(1) અશ્વોનો રંગ સફેદ જ હોવો જોઈએ. શુભ્રતાનો સુચક આ રંગ ધંધામાં બરકત લાવે છે અને ઘરમાં આવેલ લક્ષ્મીજીને ટકાવી રાખે છે.
(2) બીજી ખાસ બાબત એ છે કે, પ્રતિમામાં રહેલા ઘોડાના મુખ ઓફિસની અંદરની તરફ રહે એ રીતે તસ્વીર મૂકવી. મતલબ કે, ઘોડા દોડતા ઓફિસની અંદરની તરફ આવતા હોવા જોઈએ.
(3) દક્ષિણ દિશામાં તસ્વીર લગાવવી.

(4) ઘોડાના મુખ પર પ્રસન્નતા હોય એવી તસ્વીર ખરીદવી જોઈએ. ક્રોધાગ્નિ ધરાવતી મુખમુદ્રાવાળી ઇમેજ ખરીદવી હિતકારક નથી.
નોંધ: ઉપરની વાતો જાણીતા જ્યોતિષીઓ દ્વારા કહેવામાં આવી છે, અમારી ઉપજાવી કાઢેલી નથી!
[આર્ટિકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks