ખબર

PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસમાં આવ્યા મોટા સમાચાર : છેલ્લી ઘડીએ PI દેસાઇએ નાર્કો ટેસ્ટ….જાણો

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ ઘણા સમયથી લાપતા છે. તેમને લાપતા થયે દોઢ મહિનાથી પણ વધુનો સમય થઇ ચૂક્યો છે. પોલીસ તંત્ર ગુમ થયેલ PI દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. આ સાથે જ પોલિસ અજય દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવવાની હતી. પરંતુ આ બધા વચ્ચે એક ખબર સામે આવી રહી છે.

આ કેસમાં આજે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં પીઆઇની માનસિક અને શારિરીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે નાર્કો ટેસ્ટ કરાવવાની ના કહી છે અને આ વાત તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરી છે, હવે પીઆઇનો નાર્કો ટેસ્ટ નહિ થાય અને હવે પોલિસ DNA રીપોર્ટની રાહ જોઇ રહી છે. આ રીપોર્ટ હાલ પેન્ડિંગ છે.

વડોદરાના  PIના પત્ની ગુમ થવાના કેસમાં હજી સુધી તો તેમનો કોઇ પત્તો મળ્યો નથી ત્યારે આ કેસમાં હવે શંકાના દાયરામાં સ્વીટી પટેલના પતિ અને PI દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટે મંજૂરી આપી હતી. કરજણ કોર્ટ દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા PIના CDS ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સ્વીટી બેન જે રાત્રે ગુમ થઇ ગયા હતા તેની આગળની રાત્રે પતિ અને પત્ની વચ્ચે પૂર્વ પત્નીને છૂટેછેડા આપવા માટે ઝઘડો થયો હતો. અજય દેસાઇ અને સ્વીટી પટેલ લગ્ન કર્યા પહેલા લીનઇનમાં રહ્યા હતા અને તેમણે વર્ષ 2016માં સ્વીટી સાથે ફૂલહાર કર્યા હતા, જો કે, તેમણે વર્ષ 2017માં એક અન્ય યુવતિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સ્વીટીએ બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસર પત્ની રાખવા જણાવ્યુ હતુ. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને હતો જો કે, ઝઘડો વધવા પણ લાગ્યો હતો.

દહેજના અટાલી ગામ નજીક અવાવરુ જગ્યાએથી જે શંકાસ્પદ હાડકા મળી આવ્યા હતા તેને સુરત FSLમાં મોકલવામાં આવ્યા હતા અને હવે તે રીપોર્ટમાં હાડકા  યુવાન અને મધ્યમ વર્ગની ઉંમરના માનવ શરીરના હોવાનું ખુલ્યુ છે, હવે પોલિસ આ દિશામાં તપાસ કરી રહી છે અને સ્વીટી પટેલના બે વર્ષના બાળકના અને જે અવશેષો મળી આવ્યા છે તેને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જે ગાંધીનગર ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.