છેલ્લા ઘણા સમયથી નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ફાંસીની સજાથી દાવ પેચ કરી અને બચી રહ્યા છે ત્યારે આવતી કાલે 20 માર્ચના રોજ તેમની ફાંસીની તારીખ આવી પહોંચી છે, જો આજના દિવસમાં તે કોઈ બીજો દાવ-પેચ ના કરે તો આવતી કાલે સવારે આ આપરાધીઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે.

ફાંસી આપવા માટે જલ્લાદ પવનકુમાર પહેલાથી જ મેરઠની તિહાડ જેલની અંદર આવી ગયા છે. હવે રાહ જોવાઈ રહી છે તો એ ચારેય નરાધમોને ફાંસીના માચડે લટકાવવાની. પવન કુમારે ફાંસી આપવા વિશેની કેટલીક વાત એક ન્યુઝ ટીવી ચેનલને જણાવી હતી, જેમાં ફાંસીના માચડે લટકવાતાં પહેલા ઇશારાથી કેવી રીતે વાતો કરવામાં આવે છે અને કેવી રીતે અપરાધીઓને ફાંસીના માંચડા સુધી લઇ આવવામાં આવે છે.
પવન કુમારે જણાવ્યું હતું કે ફાંસીની તારીખ નક્કી થવાની સાથે જ તેમને જેલની અંદર બોલાવી લેવામાં આવે છે અને ત્યાં એ લોકો પૂર્વ આયોજન કરતા હોય છે કે કેવી રીતે પગ બાંધવા, દોરડાને કેવી રીતે ખેંચવાનું છે.

ફાંસી આપવાની પ્રક્રિયા વિશે જણાવતા પવને કહ્યું હતું કે, ફાંસી આપવાની 15 મિનિટ પહેલા તે ફાંસી આવાની જગ્યાએ પહોંચી જતા હોય છે અને ફાંસીની તૈયારી કરવા માટે પણ દોઢ કલાક જેટલો સમય લાગતો હોય છે.
અપરાધીને ફાંસી ઘરમાં લાવવાની પ્રક્રિયા વિશે જણાવતા પણ પવનકુમારે કહ્યું હતું કે અપરાધીને ફાંસી ઘરમાં લાવતા પહેલા તેના બંને હાથો ઉપર હાથકડી લગાવી દેવામાં આવે છે અથવા તો તેના બંને હાથને પાછળ રાખીને દોરડાથી બાંધી દેવામાં આવે છે. તેની સાથે બે સૈનિકો રહે છે. જે અપરાધીને પકડીને લાવે છે. અપરાધીના બેરેકથી ફાંસી ઘરનું અંતર કેટલું છે તે પ્રમાણેના સમયે જ કેદીને લાવવામાં આવે છે.

ફાંસી ઘરની અંદર ફાંસી આપતા પહેલાની પ્રક્રિયા વિશે પવનકુમારે જણાવ્યું હતું કે ફાંસી આપતી વખતે ત્યાં 4-5 સૈનિકો હોય છે. તે કેદીને ફાંસી માટે બનાવવામાં આવેલા તખતા ઉપર ઉભો કરે છે. સૈનિકો કઈ બોલતા નથી માત્ર તે ઇશારાથી જ વાત કરે છે. જેના માટે ફાંસીના એક દિવસ પહેલા જ જેલ અધિક્ષક સાથે તેમની એક મિટિંગ પણ હોય છે. આ સિવાય ફાંસી ઘરની અંદર જેલ અધિક્ષક, ડીપટી જેલર અને ડોક્ટર પણ હાજર હોય છે.
સૈનિકોના મૌન રહેવા ઉપર પવનકુમારે જણાવ્યું હતું કે સૈનિકો ઇશારાથી એટલા માટે કામ કરે છે કે ક્યાંક કેડી ડિસ્ટર્બ ના થાય અને કોઈ નાટક ના કરે એ માટે સૈનિકો મૌન રહે છે. તેમને આખી ઘટનાની ખબર હોય છે છતાં પણ કોઈ કાંઈજ નથી બોલતું.

ફાંસી આપવાની પ્રક્રિયા વિશે પવનકુમારે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ફાંસી આપવા માટે 10-15 મિનિટનો જ સમય લાગે છે. કેદીના હાથ બાંઢેલ જ હોય છે પછી તેના પગ પણ બાંધી દેવામાં આવે છે, માથા ઉપર ટોપો પહેરાવી દેવામાં આવે છે અને પછી ફાંસીનો ફંદાને કસવાનો હોય છે. પગ બાંધવાનું અને માથા ઉપર ટોપો પહેરાવવાનું કામ બાજુપરથી કરવામાં આવે છે. કારણ કે એ સમય દરમિયાન એવો ભય રહે છે કે મરતા પહેલા કેદી ક્યાંક ફાંસી આપવા વાળાને જ પોતાના પગથી ઘાયલ ના કરી દે, ગાળામાં ફાંસીનો ગાળિયો કસવા માટે કેદીની ચારેય બાજુએ ફરવામાં આવે છે, જયારે બધું જ કામ પૂર્ણ થઇ જાય છે ત્યારે તે લીવર પાસે પહોંચે છે અને જેલ અધિક્ષકને અંગુઠો બતાવીને ઈશારામાં જ જણાવે છે કે અમારુઁ કામ પૂર્ણ થયું છે, હવે ઈશારો થતા જ લીવર ખેંચવામાં આવે છે.
અપરાધીને ફાંસી આપવાની જગ્યા ઉપર ઉભો રાખવા માટે ગોળ નિશાન બનાવવામાં આવે છે જેની અંદર કેદીના બંને પગ હોય છે. જેલ અધિક્ષક રૂમાલ દ્વારા લીવર ખેંચવાનો ઈશારો આપે છે અને જલાદ ઈશારો મળતાં જ લીવર ખેંચે છે, કેદી કુવામાં ટીંગળાઇ જાય છે. 10-15 મિનિટમાં તેનું શરીર શાંત થઇ જાય છે. ત્યારબાદ ડોક્ટર કેદીના શરીર પાસે જાય છે અને તેના હૃદયના ધબકારા ચેક કરે છે. એ સમય સુધી શરીર ઠંડુ થઇ ગયું હોય છે.

ફાંસીની અંતિમ પ્રક્રિયા વિષે જણાવતા પવનકુમારે જણાવ્યું હતું કે, ડોક્ટર દ્વારા કેદીના હૃદયના ધબકારા તપાસાયા બાદ તયે સૈનિકોને ઈશારો કરે છે કે ફાંસીના ગાળિયામાંથી કેદીનું શરીર ઉતારી લે, ત્યાં જ એક ચાદર હોય છે તે તેની બોડી ઉપર ઢાંકી દેવામાં આવે છે, ગાળિયો અને દોરડું કાઢીને એક તરફ રાખી દેવામાં આવે છે જેના બાદ તેમનું કામ પૂર્ણ થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.