ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

પાવાગઢ ઉપર બિરાજમાન મા મહાકાળીનો ઇતિહાસ વાંચો, જાણો કેમ છે આ મંદિર ખાસ, જય માતાજી જરૂર કહેજો

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભક્તિ અને આસ્થાના એક પવિત્ર ધામ તરીકે આવેલું મા મહાકાળીનું મંદિર આજે પણ જગ વિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજ દર્શન કરવા માટે આવે છે, ખુબ જ ભક્તિ ભાવથી માતાજીના દર્શન કરે છે, અને તેમના આશીર્વાદથી ધન્ય પણ બને છે.

Image Source

પાવાગઢમાં ગબ્બર ઉપર બિરાજેલ મા મહાકાળીનું આ પૌરાણિક મંદિર કેટલાય વર્ષો જૂનું છે, કહેવાય છે કે આ મંદિરના શ્રી રામના સમયમાં પણ  પુરાવા મળે છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને તેમના વંશજ લવ અને કુશ ઉપરાંત ઘણા જ બૌદ્ધ ભિક્ષુઓએ આજ સ્થાનક ઉપર મોક્ષ લીધો હતો.

Image Source

આ મંદિરનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે આ જગ્યા ઉપર માતા સતીના વક્ષસ્થલ (સ્તન) પડ્યા હતા જેના કારણે એક માતા તરીકે આ સ્થાન ખુબ જ પૂજનીય બને છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર  દક્ષના યજ્ઞમાં અપમાનિત થવા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રમ્હાન્ડમાં તાંડવઃ કરવા લાગ્યા હતા જેથી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી  દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવવા લાગ્યા એમાનું જ આ એક પાવાગઢ સ્થાન છે જ્યાં માતાજીના સ્તન પડ્યા હતા અને તેથી જ ભક્તોને પાવાગઢમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે.

Image Source

આ જગ્યાનું નામ પાવાગઢ પડવા પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. એક સમયે આવા દુર્ગમ પર્વતો ઉપર ચડાઈ કરવી ખુબ જ મુશ્કેલ હતી, ચારેય બાજુ ખીણ હોવાના કારણે અહીંયા પવન પણ એકધાર્યો જ વહેતો હતો. માટે જ આ જગ્યાનું નામ પાવાગઢ રાખવામાં આવ્યું હતું, પાવાગઢનો અર્થ છે કે ચારેય તરફથી વહેતા પવન વચ્ચે આવેલો ગઢ એટલે પાવાગઢ.

Image Source

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નગરી આવેલી છે, જેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાન મંત્રીના નામ પર બનાવી હતી. પાવાગઢ પર્વતની શરૂઆત ચાંપાનેરથી થાય છે. 1,471 ફૂટની ઊંચાઈ ઉપર “માંચી હવેલી” આવેલી છે. માંચીથી મંદિર સુધી જવા માટે આજે રોપ-વેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોપ-વેમાંથી ઉતર્યા પછી પણ લગભગ 250 જેટલા પગથિયાં ચઢીને જ માતાજીના દર્શનનો લ્હાવો લેવો પડે છે.

Image Source

પાવાગઢ ઉપર રહેલા મહાકાળી માતાજી વિશે એમ પણ કહેવાય છે કે ગુરુ વિશ્વામીત્રીએ આ જગ્યા ઉપર માતાજીની આરાધના કરી હતી, માતાજીની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. કહેવાય છે કે મહાકાળીની મૂર્તિની વિશ્વાસમિત્રી દ્વારા જ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પાવાગઢથી નીકળવા વાળી નદીનું નામ પણ જ ગુરુ વિશ્વામિત્રીના નામ ઉપર જ રાખવામાં આવ્યું છે અને આ નદીને આજે પણ “વિશ્વામિત્રી” નદી તરીકે ઓળખવામાં આવે છે.

Image Source

પાવાગઢના આ મંદિર મુસ્લિમો માટે પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે આ મંદિરની છત ઉપર “અદાનશાહ પીર”ની પણ દરગાહ આવેલી છે જેના કારણે મુસ્લિમો પણ આ દરગાહ ઉપર માથું ટેકવવા માટે આવતા હોય છે.

Image Source

પાવાગઢનું નામ માત્ર લેવાથી મનમાં એક અદમ્ય શાંતિનો સંચાર થાય છે, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ એક આસ્થા અને ભક્તિનું સ્થાન છે, ચૈત્ર મહિનામાં ઘણા જ ભાવિક ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને ચાલીને આવતા હોય છે, ચૈત્રી પૂર્ણિમાએ અહીંયા મેળો ભરાય છે. ઘણા ગામોમાંથી સંઘ દ્વારા માતાજીનો રથ લઈને ચાલતા ભક્તો આ મંદિરે આવે છે, ભક્તોને રસ્તામાં અગવળ ના પડે અને તેમની સેવાનો પણ લાભ લઇ શકાય એ માટે ઘણા જ વિસામા રસ્તામાં સેવાભાવી લોકો બનાવે છે જેમાં ભક્તોને ચા-નાસ્તો, જમવાનું, દવાઓ, પાણી, શરબત આપવામાં આવે છે.

Image Source

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને પણ આ મંદિરમાં ખાસ શ્રદ્ધા રહેલી છે તેઓ પણ અવાર-નવાર માતાજીના દર્શનનો લ્હાવો લે છે. દૂર દૂરથી ભક્તો આવીને માતાજીના દર્શનનો લ્હાવો લઈને પવિત્ર થાય છે.