મોદી સરકાર ના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. દેશના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ 2 કલાક 40 મીની સુધી ચાલ્યું હતું. જનતા આ બજેટમાં તેનો ફાયદો શોષી રહી છે. એવું નથી કે આ બજેટમાં બધું મુશ્કેલ જ થયું છે. થોડું આસન પણ થયું છે. જે આસાન થયું છે તે છે PAN કાર્ડ બનાવવાનું.

આ બજેટમાં નિર્મલા સિતારમણે ઘોષણા કરી હતી કે, હવે PAN કાર્ડ બનાવવા માટે કોઈ અલગથી આવેદન નહીં કરવું પડે. કોઈ ફોર્મ પણ નહીં ભરવું પડે. હવે આધાર કાર્ડ પરથી જ PAN કાર્ડ માટેનું આવેદન કરી શકાશે.આ સરળ પ્રોસેસ થઇ જતા કોઈ વ્યક્તિને PAN કાર્ડ માટે ભાગદોડ નહીં કરવી પડે કે લાંબો સમય સુધી રાહ નહીં જોવી પડે. આ માટે જલ્દી જ ઓન્લાઈટ સિસ્ટમ આવી જશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાં માટે, બેંકમાં લેણદેણ માટે, એકાઉન્ટ ખોલવા જેવા કામ માટે PAN કાર્ડની જરૂરત રહે છે. હાક તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ National Securities Depository Limited (NSDL) અને
UTI Infrastructure Technology And Services Limited (UTI-ITSL) નામની બે એજન્સીઓ દ્વારા પણ કાર્ડ જાહેર કરવામાં આવે છે, PAN કાર્ડમાં વ્યક્તિના દસ કેરેક્ટરના યુનિક નંબર હોય છે. આ નંબર આલ્ફાબેટ (A TO Z) નંબર (0 TO 9) હોય છે.

આ પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવેમ્બર 2019માં ઇન્કમ ટેક્સ 1961માં થોડા બદલાવ કર્યા હતા. આ બદલાવ મુજબ, કોઈ ટેક્સપેયર્સ તેના દસ્તાવેજમાં PAN કાર્ડની જગ્યા પર 12 આંકડાનો આધાર કાર્ડ નંબર પણ ઉપયોગ કરી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આધાર કાર્ડ નંબર ખોટો નાખવા પર, બાયો મેટ્રિક ઓર્થેટીકેશન ફેલ થવા પપર, જરૂરી ટ્રાન્સઝેક્શનમાં આધાર અને PAN કાર્ડ ના પઆપવા પર 10 હજારનો દંડનો નિયમ પણ જોડી ગયો છે. આ પ્રકરની બધી ભૂલ માટે 10 હજાર રૂપિયા દંડ લાગી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.