હોટેલની અંદરની તસ્વીરો જોઈને ચકિત થઇ જશો, જુઓ ક્લિક કરીને 7 તસ્વીરો
રિયા ચક્રવર્તીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં યુરોપ પ્રવાસ અંગે લાંબી વાત કરી હતી. રિયાએ આ વાતચીતમાં જણાવ્યું છે કે સુશાંતે ઇટાલીની હોટલમાં ગયા પછી વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું.

રિયાએ જણાવ્યું છે કે ઇટાલીમાં તેણે Palazzo Magnani Feroni Hotelમાં બુકિંગ કરાવ્યું હતું. આ એક ગૌથિક હોટેલ છે.

રિયાએ કહ્યું હતું કે, અમને આ હોટલ વિશે પહેલા ખબર નહોતી પરંતુ જ્યારે તે આ હોટલના રૂમમાં રહેતી હતી ત્યારે ઓરડામાં એક અલગ સ્ટ્રક્ચર હતું. આ હોટલનું નામPalazzo Magnani Feroni રિયાએ તેને ભૂત હોટલ તરીકે વર્ણવ્યું છે.

ચાલો તસવીરોમાં તમને બતાવીએ કે અંદરથી કેવી દેખાઈ છે Palazzo Magnani Feroni Hotel. રિયાએ કહ્યું છે કે, આ હોટલમાં અજીબ-અતરંગી તસ્વીર હતી. જેને જોઈને મને ઘણો ડર લાગી ગયો હતો. પણ સુશાંતે કહ્યું ના બધુ બરાબર છે. તે રાત્રે તે ઊંઘી શક્યો નહીં અને તેણે કહ્યું કે, અહીં કંઈક છે.

જાણકારી મુજબ, Palazzo Magnani Feroni હોટલ 15 મી સદીમાં બનાવવામાં આવી હતી. તે ફ્લોરેન્ટાઇન સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું હતું અને તેની અંદર તે 16 મી સદીની પ્રતિમા અને પેઇન્ટિંગ્સથી સજ્જ છે.

15 મી સદીની શરૂઆતમાં, Del Puglieses કુટુંબની માલિક હતું, જેમણે આ જમીન પર એપાર્ટમેન્ટ બનાવ્યા હતા. તે બે જુદા જુદા ભાગોમાં બનાવવામાં આવ્યું હતું. પાછળથી તે ફ્રાન્સેસ્કો દ્વારા ખરીદવામાં આવી હતી.

અહીં ઘણી પાર્ટીઓ યોજાઇ હતી. આ ઘર 19મી સદીમાં Magnanis પરિવારને મળ્યું હતું. 2015 થી 2019 સુધી આ હોટલ Michel Elefteriades મિલકત હતી. તે San Frediano ઐતિહાસિક સ્થળ પર છે. જે વિશ્વની મુલાકાત માટે પ્રખ્યાત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.