ખેલ જગત

મોટી મેચ પહેલા પ્રેશરમાં રહે છે પાકિસ્તાન, કોહલીની ટીમ અમારા ખેલાડીઓને ડરાવે છે : વકાર

ભારત અને પાકિસ્તાનની મેચમાં વિરાટની ટીમે પાકને 89 રનોથી હરાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ટીમ પર જોવા મળે છે. રમીઝ રાજાથી લઇને શોએબ અખ્તરે ટીમના દેખાવ અને સરફરાઝની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે જણાવ્યું હતું કે, વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ટીમમાં ભય ઉત્પન્ન કરે છે. યુનુસે જણાવ્યું કે પાક ટીમ પોતાના પીઢ હરીફોની વિરુધ્ધની મેચમાં હમેશા પ્રેશરમાં જોવા મળે છે. પાછલા ઘણા વર્ષોમાં બંન્ને ટીમો વચ્ચે ઘણુું અંતર થઈ ગયું છે. જે ઓલ્ડ ટ્રૈફડૅમાં યોજાયેલી મેચમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું।

Image Source

વકારે જણાવ્યું કે, પાકિસ્તાની ટીમ હજુ પણ માત્ર ટેલેન્ટ પર જ આધારભૂત છે, જ્યારે ભારત હવે ટીમવર્ક પર કામ કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓ પોતાના પાત્રને સમજીને તેને સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કરે છે.

Image Source

90ના દશકામાં મજબૂત હતી પાક ટીમ
વકારે જણાવ્યું કે, પાકિસ્તાની ટીમ 90ના દશકામાં ખૂબ જ મજબૂત હતી, પરંતુ હવે લાગે છે કે આ ભારતીય ટીમ પાકને ડરાવે છે. ભારત વિરૂધ્ધ જ્યારે પણ પાક ટીમ મેદાનમાં ઉતરે છે , નબળી જ લાગે છે. યુનુસે આ બાબતે જણાવ્યું હતું કે ભારતને પડકારવા માટે સૌપ્રથમ પાકે પોતાની સંસ્કૃતિ સુધારવી પડશે. ત્યારબાદ પોતાની ફિટનેસ.

Image Source

ટોસ જીતીને બોલિંગનો નિર્ણય ખોટો
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવામા નિર્ણય પર વકારે કીધું કે સરફરાઝે ભૂલ કરી હતી. કારણકે આપણી પાસે બે સ્પિનર છે. તેનાથી પણ ખરાબ એ હતું કે અમારા બોલરો સતત પ્રોપર જગ્યાઓ પર બોલ ના નાખી શકયા અને તેમણે ભારતીય બેટસમેનોનું કામ સરળ બનાવી દીધું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks