જાણવા જેવું જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

શું તમે જાણો છો કે શા માટે રાતના એકલા લાશને રાખવામા નથી આવતી, આ છે તેનું ખતરનાક રહસ્ય અને સત્ય!!!

જીવનનું સત્ય છે મૃત્યુ, જેને કોઈ બદલી શકતું નથી. આ સંસારમાં જે વ્યક્તિએ જન્મ લીધો છે, એનું મૃત્યુ થવું નિશ્ચિત છે. જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને એક ક્ષણ માટે પણ રાતના સમયે એકલો મુકવામાં આવતો નથી. હિન્દૂ ધર્મમાં રાત થવા પર અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. અને રાતે મૃતદેહને ઘરમાં બધાની વચ્ચે રાખવામાં આવે છે. કહેવાય છે કે જે પણ પ્રાણી ધરતી પર જન્મ લઈને આવે છે એને એક દિવસ બધું જ છોડીને જવું પડે છે. જન્મ સમયે જ મૃત્યુનો સમય નક્કી થઇ જ ગયો હોય છે. એટલે જ હિન્દૂ ધર્મમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કારની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Image Source

આપણે બધા જ જાણીએ છીએ કે મૃત્યુ પછી કરવામાં આવતી ક્રિયાને અંતિમવિધિ કહેવામાં આવે છે. પરંતુ તમે ધ્યાન આપ્યું હશે તો તમે જાણો છો કે મૃત્યુ પછી ક્યારેય રાતના સમયે અંતિમવિધિ કરવામાં આવતી નથી. શું તમે ક્યારેય આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો છે? જો ના, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે જાણવાની કોશિશ કરી હશે તો તમને એ વાતનો ખ્યાલ હશે કે રાતના સમયે લાશને સ્મશાનઘાટ લઈ જવામાં આવતી નથી. એવામાં એ લાશને સ્મશાન ઘાટ લઈ જવાની જગ્યાએ ઘરમાં જ રાખવામા આવે છે.

Image Source

શું તમે જાણો છો કે આ શા માટે કરવામાં આવે છે. જોકે તે વિચારવું પણ થોડું અજીબ લાગે છે. પરંતુ આજે અમે જે કહેવા માગીએ છીએ તે જાણીને તમને વિશ્વાસ થશે કે શાસ્ત્રો અનુસાર, જો દિવસ પછી મૃત્યુ થાય છે, તો તેમના શરીરને તુલસીના છોડ પાસે રાખવામા આવે છે. અને તે લાશને એકલી રાખવામા આવતી નથી. કેમકે મૃત વ્યક્તિનો આત્મા ત્યાં જ ભટકતો રહે છે અને તે બધાને જોતી રહે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી, શરીર ખાલી થઈ જાય છે. આવા સંજોગોમાં, દુષ્ટ આત્મા તેના શરીર ઉપર તેનો અધિકાર પણ જમા કરી શકે છે. એટલા માટે લોકોએ રાત્રે તે શરીર એકલું રાખવું જોઈએ નહી.

તમારું મૃત્યુ કેવી રીતે થશે? એ જાણવા માંગો છો?

જન્મ અને મૃત્યુ જીવનનું સૌથી મોટું સત્ય છે કે જે આપણાં જન્મની પહેલા જ આપણી મૃત્યુનો સમય નક્કી થઈ જાય છે. ગરુડ પુરાણમાં માણસના સારા અને ખરાબ કાર્યોને જ તેના મૃત્યુનું કારણ બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં બરવવામાં આવેલી તમામ વાતોથી બહુ આસાનીથી સમજી શકાય છે કે કોણ વ્યક્તિ, કેવી રીતે મૃત્યુ પામી શકે છે. આજે અમે આપને બતાવીએ છીએ મૃત્યુના સંદર્ભમાં ત્રણ વાતો.

Image Source

૧) જે વ્યક્તિઓ સાચું બોલે છે ભગવાનમાં આસ્થા રાખે છે. વિધિ-વિધાન અનુસાર ધર્મનું પાલન કરે છે, વિશ્વાસ તોડવાવાળા નથી હોતા, કોઈનું દિલ ના દુખાવે તેવા વ્યક્તિઓની મૃત્યુ સુખદ હોય છે તે કોઈ કષ્ટ વગર સ્વર્ગલોક ગમન કરી જાય છે.

૨) જે વ્યક્તિઓ મોહનો ઉપદેશ આપે છે, લોકોની વચ્ચે અવિદ્યા અને તનાવની ભાવના ફેલાવે છે, લાલચ અને સ્વાર્થની ભાવનાને મહત્વ આપે છે તેમણે તેમના અંતિમ દિવસોમાં શારીરિક કષ્ટનો સામનો કરવો પડે છે અને મૃત્યુ પહેલા મોટી પીડા ભોગવવી પડે છે.

૩) ખોટું બોલવાવાળા વ્યક્તિ, ભરોસો તોડવાવાળા વ્યક્તિઓ, શસ્ત્રો અને વેદની બુરાઈ કરવાવાળા વ્યક્તિઓની સૌથી વધારે દુર્ગતિ થાય છે. તેમણે લેવા માટે ભયાનક યમદૂત આવે છે અને અંતિમ સમયમાં તેમની આંખો ફરવા લાગે છે, મોઢું સુખું થઈ જાય છે અને શ્વાસ ચડવા લાગે છે, આવા વ્યક્તિઓ તેમના પરિવારને દુખ દેવાની સાથે-સાથે આવા કષ્ટોથી દુખી થઈને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે.

Image Source

અહી આપેલા સંકેતોથી તમે જાણી શકો છો કે તેમની મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે.

૧) એવું માનવમાં આવે છે કે અગર કોઈ વ્યક્તિ ઉપર અચાનક નીલી માખીઓ તેને ઘેરવા લાગે તો તેની એક માહિનાની અંદર મૃત્યુ થઈ શકે છે.

૨) કોઈ વ્યક્તિનો રંગ નીલો અથવા લાલ થઈ જાય તો તેની મૃત્યુ ૬ માહિનામાં થઈ શકે છે.