ખબર

જયંતી રવિની એક નિવેદનથી ગુજરાતમાં પાન મસાલાના બંધાણીઓ ટેંશનમાં આવ્યા, જાણો કેમ?

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદ બાદ સુરતને કોરોનાએ બાનમાં લીધું છે. છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. છેલ્લા 3 દિવસથી આરોગ્ય સચિવ જ્યંતી રવિ સુરતની મુલાકાતે છે. આ દરમિયાન જયંતિ રવિએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું.

Image source

સુરતમાં કોરોનાના કેસને નિયંત્રણ કરવા માટે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલમાં વધારાના 1000 બેડની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ દરમિયાન જયંતિ રવિએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. અમુકે તો ફરીથી તેનો સ્ટોક કરવાની પણ શરૂઆત કરી દીધી છે. સુરતના કતારગામ, વરાછા, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.

Image source

સુરત કોવિડ હોસ્પિટલને વધુ 600 બેડ મળશે. 180 નવા ICU આપવામાં આવશે. જયંતિ રવિએ કતારગામ અને વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લોકોના જાગૃતિ માટે NGO સાથે વાત કરી હતી. NGO ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી શકશે. લોકોને કોરોના અંગે માહિતી આપવામાં આવશે.

આ સાથે જ દરેક ઘરના લોકોને કોઈ સિમટમ્સ હોય તો ધન્વંતરી રથ તરફ લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના અંગે શંકા હોય તો 104નો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જયંતિ રવિએ લોકોને ઓકસિમિટર વસાવવાની પણ અપીલ કરી હતી. જેની કિંમત આસરે 600-700 રૂપિયા છે.

Image source

તેમણે એવું પણ કહ્યું કે સુરતમાં કોરોનાના કેસ વધવા પાછળનું કોઈ એક નહીં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.