ખબર મનોરંજન

સોનાલીનો PA સુધીર બની ગયો પતિ, ગુરુગ્રામના ફ્લેટ નંબર 901નો રાઝ શું છે….

સોનાલી ફોગાટના મોતનો મામલો વધુ ઘેરો બની રહ્યો છે. આ કેસમાં પહેલા હાર્ટ એટેકની વાત સામે આવી અને પછી સોનાલીના પરિવારે સુધીર પર શંકા વ્યક્ત કરી હત્યાનો મામલો દાખલ કરાવ્યો, જે બાદ હવે શુક્રવારે ગોવા પોલીસે ડગની થિયરીની વાત કહી. આ કેસમાં એક બાદ એક અનેક પાસાઓ સામે આવી રહ્યા છે. સૌથી મોટો એંગલ ડગ સાથે ચાલી રહ્યો છે કારણ કે ગોવા પોલીસના જણાવ્યા અનુસાર સુધીરે સોનાલી ફોગાટને બળજબરીથી પીણું પીવડાવ્યું હતું જેમાં ડગની વાત હોવાની કહેવાઇ રહી છે. હવે તે ડગ થિયરી બાદ ગુરુગ્રામના ફ્લેટ નંબર 901એ પણ આ મામલો પેચીદો બનાવી દીધો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાલી ફોગાટે ગુરુગ્રામમાં ભાડા પર ફ્લેટ લીધો હતો. તેણે સુધીર સાંગવાન સાથે મળીને તે ફ્લેટ લીધો હતો. આ ફ્લેટ ગુરુગ્રામના સેક્ટર 102માં લેવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, સુધીર સાંગવાને જ્યારે આ ફ્લેટ ભાડે લીધો હતો ત્યારે તેણે સોનાલી ફોગાટને તેની પત્ની તરીકે દર્શાવી હતી. સોનાલી ફોગાટ ગોવા જતા પહેલા પણ આ ફ્લેટમાં ગઈ હતી. ગોવા જતા પહેલા સોનાલી ફોગાટ અને સુધીર સાંગવાન ગુરુગ્રામની આ સોસાયટીમાં આવ્યા હતા અને અહીં પોતાનું સફારી વાહન પાર્ક કર્યું હતું અને પછી ટેક્સી દ્વારા એરપોર્ટ ગયા હતા.

હાલમાં પોલીસ આ પાસાં પર વધુ વાત કરવાનું ટાળી રહી છે અને સત્ય જાણવાના પ્રયાસો ચાલુ છે. શુક્રવારના રોજ સોનાલી ફોગાટના કેસમાં ઘણા નાટકીય વળાંક આવ્યા. પહેલો તો ગોવા પોલીસની પ્રેસ કોન્ફરન્સ દ્વારા, જેમાં સૌથી પહેલા ડગ થિયરી વિશે વાત કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું કે સોનાલી ફોગાટને ડગ આપવામાં આવ્યું હતું. આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું હતું કે સોનાલી ફોગાટના ભાઈની ફરિયાદ બાદ હત્યાનો કેસ નોંધ્યો અને તમામના નિવેદન લીધા હતા અને તેઓ જ્યાં ગયા હતા તે સ્થળોની મુલાકાત લીધી હતી,

આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સોનાલી ફોગાટને બળજબરીથી કોઈ પદાર્થ આપવામાં આવ્યો હતો. જે બાદ તેની તબિયત બગડી હતી અને સવારે 4:30 વાગ્યે જ્યારે તે કાબૂમાં ન આવી ત્યારે આરોપીઓ તેને ટોયલેટમાં લઈ ગયા. પરંતુ તેઓએ 2 કલાક સુધી શું કર્યુ ? તે સવાલનો જવાબ હાલ સામે આવ્યો નથી. હાલ તો પોલિસ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે અને બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે. જે સીસીટીવી ફુટેજ સોનાલીની મોત પહેલાના સામે આવ્યા છે,

તેમાં તે એકલા ચાલી શકતી નહોતી તે દેખાઇ રહ્યુ છે. ખાસ વાત એ હતી કે ફૂટેજમાં સુધીર પણ દેખાઈ રહ્યો હતો જે સોનાલીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો. આ પ્રસંગે સુખવિંદર પણ હાજર હતો. આ ફૂટેજ સામે આવ્યા બાદ બીજી મોટી માહિતી બહાર આવી. આજતક મીડિયાના રીપોર્ટ અનુસાર, ગોવા પોલીસે દાવો કર્યો છે કે સોનાલી ફોગાટને 1.5 ગ્રામ MDMA આપવામાં આવ્યું હતું.એવું જાણવા મળ્યું છે કે ગોવા પોલીસે એક CCTV ફૂટેજ કબજે કર્યું છે, જેમાં સુધીર સોનાલીને કંઈક આપતો જોવા મળી રહ્યો છે. સોનાલૂ તે પદાર્થ પીવાનું ટાળી રહી છે.

હવે પોલીસને શંકા છે કે આ પદાર્થ MDMA ડ્રગ છે જે સોનાલીને આપવામાં આવી રહ્યો છે. તેની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે કે કેમિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હવે આ તમામ ઘટનાક્રમ છે જે શુક્રવારે થયો હતો, જેના કારણે સોનાલી ફોગાટ કેસ ઉકેલાવાને બદલે ફસાઈ ગયો છે. અગાઉ સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટે પણ કેસને નવો વળાંક આપવાનું કામ કર્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સોનાલી ફોગાટના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા.જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સોનાલી ફોગાટનું મોત કેવી રીતે થયું. પોલીસ સામે અનેક સવાલો છે, પરંતુ ઝીણવટભરી તપાસ બાદ જ જવાબ મળશે તેમ કહેવાય છે.