પોપકોર્નના શોખીનો આ ખાસ વાંચજો નહીંતર…
આજે લોકોને ઘરના ખોરાક કરતા બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ હોય છે અને તેમાં પણ ફિલ્મ જોવા જઈએ ત્યારે ખાસ પોપકોર્ન ખાવાના શોખીનો પણ ઘણા હોય છે, ખાસ કરીને બાળકોને પોપકોર્ન ખુબ જ પસંદ હોય છે પરંતુ હાલમાં જ એવા સમાચાર આવ્યા છે જેને જાણ્યા પછી તમારું મન પણ પોપકોર્ન ખાવામાં નહિ લાગે.

બ્રિટેનના એડમ માર્ટિન નામના વ્યક્તિને પણ પોપકોર્ન ખાવાનો શોખ હતો, એક દિવસ ટ્રેને પોપકોર્ન ખાધા બાદ તેનો એક ટુકડો દાંતમાં ફસાઈ ગયો, આ ટુકડાને બહાર કાઢવા માટે તેને ઘણા બધા પ્રયત્નો કર્યા. પેન, ટુથપીક, તાર અને ખીલીની મદદથી તેને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવા લાગ્યો પરંતુ તેના કારણે તેના દાંતમાં ઇન્ફેક્શન થવા લાગ્યું.

ઘણી મહેનત કરવા છતાં પણ એડમના દાંતમાં ફસાયેલો એ ટુકડો નીકળ્યો નહિ અને ઉલ્ટાનું તેના જડબામાં ભારે નુકશાન થઇ ગયું હતું. દાંતમાં પોપકોર્ન ફસાવવાના કારણે જડબામાં જે ઇન્ફેક્શન થઇ ગયું હતું તે ધીમે ધીમે તેના હૃદય સુધી પણ પહોંચી ગયું.

એડમને રાત્રે ઊંઘ ના આવવી, પરસેવો વળવો, બેચેની થવા જેવી સમસ્યાઓ સતાવવા લાગી, જેના કારણે તેને પણ શંકા ગઈ કે તેના શરીરમાં કોઈ બીમારી ચોક્કસ છે. જયારે તેને ડોક્ટર પાસે જઈને રિપોર્ટ કરાવ્યા ત્યારે ડોકટરે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવા માટેનું સૂચન કર્યું.

હોસ્પિટમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ એડમની ઓપન હાર્ટ સર્જરી કરી તેનો જીવ બચાવી લીધો હતો. ડોકટરોએ તેના હૃદયની અને પગની સર્જરી કરી પછી એડમને થોડી રાહત મળી હતી, જેના બાદ એડમે કહ્યું હતું કે “કિસ્મતથી મારો જીવ બચી ગયો છે, હું હવે જીવનમાં પોપકોર્ન ક્યારેય નહિ ખાઉં.”