ખબર

ફોન ખરીદવાના સાથે દુકાનદારે 1 કિલો ડુંગળી મફત આપી, પરિણામ જોઈને બધાને ચક્કર આવી ગયા

ડુંગળીના વધતા ભાવ ઘણા લોકોને રડાવી રહ્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ હવે તો અમીરોની થાળીનો પણ ટેસ્ટ બગાડવા લાગી છે. આજે ડુંગળીના વધતા ભાવને લઈને ઘણા લોકો અવનવા દેખાવો કરી રહ્યા છે.   લોકો  વિષય પણ બન્યા છે. કોઈ ડુંગળીને લગ્નમાં ભેટ આપી રહ્યું છે તો કોઈ ઝવેરાતની દુકાનમાં ડુંગળી વેચી રહ્યું છે. તેના ઉપરથી એટલું અનુમાન ચોક્કસ આવી શકે કે ડુંગળીના ભાવ આખા દેશમાં વધી રહ્યા છે.

Image Source

તામિલનાડુમાં ડુંગળી માટે પણ કંઈક આવું જ જોવા મળ્યું. અહીંયા એક મોબાઈલના દુકાનદારે પણ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એવી સ્કીમ બજારમાં મૂકી જેના કારણે તેનો ધંધો પણ વધવા લાગી ગયો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર તામિલનાડુના એક મોબાઈલ દુકાનદારે પોતાના ગ્રાહકો માટે એક ખાસ સ્કીમનું આયોજન કર્યું જેમાં ગ્રાહક જો તેમની દુકાનેથી સ્માર્ટફોન ખરીદે છે તો તેને એક કિલો ડુંગળી ફ્રીમાં આપવામાં આવે છે. આ સ્કીમના કારણે તેના ધંધામાં પણ સારી બરકત આવવા લાગી. આ દુકાનમાં પહેલા રોજના 2 મોબાઈલ વેંચતા હતા પરંતુ જ્યારથી આ સ્કીમ રાખવામાં આવી છે ત્યારથી રોજના 8 મોબાઈલ વેંચતા હોવાનું દુકાનદારે મીડિયાને જણાવ્યું હતું.

Image Source

તેની આ સીકિંથી બજારમાં આ દુકાન ખુબ જ ચર્ચાનો વિષય બની છે તેમજ ગ્રાહકોને પણ આ સ્કીમ આકર્ષી રહી છે. ડુંગળીના ભાવ જયારે સમગ્ર દેશમાં વધી રહ્યા છે ત્યારે તામિલનાડુમાં પણ એક કિલો ડુંગળીનો ભાવ 150 કરતા પણ વધારે છે તે દરમિયાન ગ્રાહકોને લુભાવવા માટે અમલમાં મુકેલી આ સ્કીમનો પણ લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એક સ્માર્ટ ફોન સાથે એક કિલો ડુંગળી પણ મફતમાં ઘરે લઇ  જઈ રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.