ખબર

ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉધડો લીધો, બધા વચ્ચે આબરૂ કાઢે એવી વાત કહી

ઐતિહાસિક અશ્વેત કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્નાતકોને એક ઓનલાઇન કાર્યક્રમમાં સંબોધન કરતા ઓબામાએ ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી હતી અને જાહેર મંચ પર રાષ્ટ્રપતિની ટીકા કરવાથી બચવાની પરંપરા તોડી નાખી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્રમ્પના વહીવટીતંત્રની કોવિડ-19 ના રોગચાળા સામે લડવાની પદ્ધતિઓની આકરી ટીકા કરી છે. ઓબામાએ કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રના ઘણા અધિકારીઓ તો ઢોંગ કરવાના બહાને પણ જવાબદારી લેતા દેખાયા નથી.

ઓબામાએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ કાળા સમુદાયને ગોરા લોકોની સરખામણીમાં વધારે અસર કરી રહ્યો છે, તેનાથી અમેરિકન વ્યવસ્થાની ખામીઓ ઉજાગર થઈ છે.

Image Source

ઓબામાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, “આ રોગચાળાએ એક વાત સાફ કરી છે કે જવાબદાર હોદ્દા પરના ઘણા લોકોને ખબર પડી છે કે તેઓ શું કરી રહ્યા છે. તેમાંના ઘણા તો એવો દેખાડો પણ કરતાં નથી કે તેઓ કોઈ વસ્તુ માટે જવાબદાર છે.”

શનિવારે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ જણાવ્યું હતું કે કેવી રીતે કોરોના સંકટથી અમેરિકન આરોગ્ય પ્રણાલીમાં વંશીય અસમાનતા સામે આવી ગઈ છે. અમેરિકાની આરોગ્ય પ્રણાલીમાં વંશીય અસમાનતા અંગે ઓબામાએ કહ્યું કે, કોવિડ-19 રોગચાળો અમારા સમુદાય પર વધુ અસર કરી રહ્યો છે, અમે આને એ રીતે જોઈએ છીએ. તે જ રીતે આપણે જોઈએ છીએ કે એક કાળો માણસ સવારે જોગિંગ કરવા જાય છે અને કેટલાક લોકો વિચારે છે કે તેઓ તેને રોકી શકે છે, સવાલ પૂછી શકે છે અને કોઈ જવાબ ન હોય તો તેને ગોળી મારી શકે છે.

ઓબામાએ એહમદ આર્બરીનું નામ લીધા વિના તેની હત્યા પર નારાજગી વ્યક્ત કરી. 23 ફેબ્રુઆરીએ, જ્યોર્જિયામાં જોગિંગ કરતી વખતે આ 25 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમને રોગચાળાની અસર વિશે વાત કરી, જોકે તેમણે કોઈ નામ નથી લીધું.

Image Source

તેમણે કહ્યું કે, ટ્રમ્પ વહીવટતંત્ર જે રીતે કોરોના વાયરસ સામે પગલાં લઇ રહ્યું છે એ વિનાશ તરફ જઈ રહ્યું છે. ઓબામાએ આ વેબ કોલ દરમિયાન કહ્યું હતું કે, “જો ઘણી સારી સરકાર હોત તો તે તેની સાથે પણ ખરાબ થઈ શકતું હતું, પણ જો કોઈ એવી ધારણા રાખે કે ‘આમાં મારા માટે શું તક છે’, તો પછી બર્બાદીનો રસ્તો છે.”

અમેરિકામાં 1.4 મિલિયન લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે અને મૃત્યુઆંક લગભગ 90 હજાર પર પહોંચી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.