મનોરંજન

2021ના પહેલા દિવસે નોરા ફતેહીએ સોશિયલ મીડિયામાં લગાડી દીધી આગ – જુઓ તસ્વીરો

નોરા ફતેહી બહેતરીન ડાન્સર છે. નોરાએ ઘણી બૉલીવુડ ફિલ્મમાં જબરદસ્ત ડાન્સ કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સોશિયલ મીડિયામાં નોરા બેહદ લોકપ્રિય છે. નોરાને ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડ 10 લાખ ફોલોઅર છે. તેની તસ્વીર અને વિડીયો જોત-જોતામાં વાયરલ થતા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હાલમાં જ નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર 2 તસ્વીર શેર કરી છે. જેમાં તે બેહદ ખુબસુરત નજરે આવી રહી છે. નોરાએ આ તસ્વીરમાં લોન્ગ ગાઉનમાં નજરે આવી રહી છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, નવું વર્ષ…નવો સમય મારા માટે. નોરાની આ તસ્વીર પર ગણતરીની મિનિટમાં 2 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.

જણાવી દઈએ કે, નોરાએ તેની કરિયરની શરૂઆત રોર-ટાઇગર ઓફ ધ સુંદરવનથી કરી હતી. આ બાદ પુરી જગન્નાથ ફિલ્મમાં ટેમ્પરમાં તેને એક ગીત ગાયું હતું. જે તેનું તેલુગુ ડેબ્યુ હતું. નોરાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં ડાન્સ કરીને તેની અલગ ઓળખ બનાવી છે. ફક્ત 5 હજાર રૂપિયા જ લઈને કેનેડાથી ભારત આવી હતી અને દિલબરથી તેને જબરદસ્ત પ્રસિદ્ધિ મળી હતી, હાલમાં જ નોરાએ એક ઇન્ટરવ્યૂમાં તેની સંઘર્ષની વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by | (@norafatehimafia)


એક ઈન્ટવ્યુમાં નોરા એ તેના બોલીવુડના સંઘર્ષની વાત કરી, નોરાએ કહ્યું હતું કે,તેના માટે કેનેડા છોડવું એટલું આસાન ના હતું.નોરાએ વધુમાં કહ્યું હતું કે, હું ફક્ત 5 હજાર રૂપિયા લઈને જ ભારત આવી હતી અને  હું જે એજન્સીમાં વર્ક કરતી હતી ત્યાં મને એક અઠવાડીયાના 3 હજાર રૂપિયા મળતા.

 

View this post on Instagram

 

A post shared by | (@norafatehimafia)