જીવનશૈલી

પોતાના લગ્ન ના સમયે એકદમ ROYAL રાજકુમારી લાગી રહ્યા હતા નીતા અંબાણી, જુઓ લગ્ન ની 6 તસ્વીરો

જેવું કે બધા જાણે જ છે કે આગળના વર્ષ એટલે કે વર્ષ 2018 માં 12 ડિસેમ્બર ના દિવસે દેશ ના સૌથી મોટા બિઝનેસ મૈન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન આનંદ પીરામીલ સાથે થયા હતા. આ લગ્ન ને ભવ્ય અને આલીશાન બનાવવા માટે મુકેશ અંબાણી એ કઈ બાકી રાખ્યું ન હતું.આ લગ્ન માં મુકેશ અંબાણી એ કરોડો રૂપિયા પાણી ની જેમ વહાવ્યા હતા. એવામાં ઈશા ના લગ્નની ચર્ચા ભારતમાં જ નહીં પણ પુરા વિશ્વમાં થઇ હતી.

પણ તમને જણાવી દઈએ કે ઈશા ની માં નીતા અંબાણી પોતાના લગ્ન ના દરમિયાન પોતાની દીકરી કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. એવામાં આજે અમે તમને નીતા-મુકેશ અંબાણી ના લગ્નની અમુક તસવીરો દેખાડીશું. જ્યારે નીતા અંબાણી ના લગ્ન થયા ત્યારે તેની ઉમર માત્ર 22 વર્ષ જ હતી. આ દરમિયાન તે દુલ્હન ની ડ્રેસમાં કોઇ રાજકુમારી થી ઓછી લાગી રહી ન હતી.

નીતા-મુકેશ અંબાણી 8 માર્ચ 1985 ના રોજ લગ્ન ના બંધન માં બંધાયા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી 28 વર્ષના હતા. લગ્ન પહેલા નીતા અંબાણી એક સ્કૂલ માં ટીચર ના પદ પર કામ કરતી હતી. જેના માટે તેને મહિનાના 800 રૂપિયાનો પગાર મળતો હતો. નીતા નો જન્મ 1 નવેમ્બર 1963 ના રોજ થયો હતો.હાલ નીતા ની ઉંમર 55 વર્ષ છે છતાં પણ તે પોતાની દીકરી કરતા વધારે સુંદર દેખાય છે.

લગ્ન પછી નીતા મુકેશ અંબાણી ના બિઝનેસ માં મદદ કરવા લાગી. વર્ષ 2010 માં મુકેશ-નીતા એ મળીને રિલાયન્સ ફાઉન્ડેશન ની સ્થાપના કરી, જેના પછી બંને મળીને કંપની ને ખુબ આગળ લઇ ગયા. તેઓની કંપની આજે અરબો રૂપિયાની માલીક છે.

સુંદરતા ની સાથે સાથે નીતા અંબાણી ખુબ ટેલેન્ટેડ પણ છે. નીતા એક ભારત નાટ્યમ ડાન્સર પણ છે, તે પોતાના યુવાની ના દિવસોમાં સ્ટેજ પર ડાન્સનું પરફોર્મ આપ્યા કરતી હતી.આવાજ એક સમયે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે મુકેશ ના પિતા ધીરુભાઈ અંબાણી એ નીતા ને દીકરા મુકેશ અંબાણી ની પત્ની અને પોતાની વહુ ના સ્વરૂપે પસંદ કરી લીધી હતી.