ખબર

બજાજ ચેતક લોન્ચ: 13 વર્ષ પછી લોન્ચ થયું ‘ચેતક’, જુઓ કેવો છે લુક

બજાજ કંપનીના જયારે ટુ-વ્હીલર વાહનની વાત હોય તો ‘ચેતક’ સ્કૂટરની ચર્ચા ચોક્કસ થાય છે. વર્ષ 2006 માં અગ્રણી વાહન નિર્માતા કંપની બજાજ ઑટો(Bajaj Auto)એ ચેતક સ્કૂટરને બંધ કરવાની ઘોષણા કરી હતી. બજાજ ઓટોનો આ નિર્ણય ચેતકના ચાહનારા લોકો માટે મોટો જટકો હતો.

Image Source

એવામાં પુરા 14 વર્ષ પછી ચેતક સ્કૂટર લોન્ચ થવા જઈ રહ્યું છે. દિલ્લીમાં આયોજિત એક ઇવેન્ટના દરમિયાન કંપનીએ ચેતક સ્કૂટરના નવા મૉડલના લોન્ચની ઘોષણા કરી છે. આ ઇવેન્ટના દરમિયાન કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ હાજર રહયા હતા.

આ વખતે આ સ્કૂટર આગળના જુના મોડલ કરતા ઘણી બાબતમાં અલગ છે. આ વખતે આ લોન્ચ ઈ-સ્કૂટર ઇલેક્ટ્રિક અવતારમાં છે. જેની સાથે Urbanite(અર્બનાઇટ)ના આ સ્કૂટર દ્વારા બજાજ કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગ્મેન્ટમાં પહેલ કરી છે. આવો તો તમને જણાવીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સ વિશે.

Image Source

આ સ્કૂટરને બજાજે અર્બનાઇટ સબ બ્રાન્ડના આધાર પર લોન્ચ કર્યું છે. આ વખતે બજાજ ચેતકને સેફટીના હેતુથી ઇન્ટીગ્રેટેડ બ્રેકીંગ સિસ્ટમ (IBS) ની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્કૂટરમાં મોટી ડિજિટલ પૈનલ છે, જેમાં બેટરી રેંજ, ઓડોમીટર અને ટ્રિપમીટરની જાણકારી મળશે. સ્માર્ટ ફોન અને ટર્ન-બાય-ટર્ન નૈવીગેશન માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ પૈનલ બ્લુટુથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે.

બજાજનું ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિએંટમાં મળશે. આ બે વેરિએંટ ઇકો અને સ્પોર્ટ મોડ છે. ઇકો મોડમાં 95 કિલોમીટરની રેન્જ મળશે જ્યારે સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપશે. આ સિવાય સ્કૂટર કુલ છ કલરમાં મળશે.

Image Source

આ સિવાય ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક પણ મળવાની સંભાવના છે. સ્કૂટર રેટ્રો ડિઝાઇન છે, જેમાં LED હેડલાઇમપ, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને મોનોશૉક, સ્ટેપ્ડ સીટ્સ પણ મળી શકે તેમ છે. નવા બજાજ ચેતકમાં ફિક્સ્ડ ટાઈપ Li-Ion બેટરી હશે અને તે પોર્ટેબલ નહિ હોય. તેને સ્ટાન્ડર્ડ 5-15 amp આઉટલેટથી ચાર્જ કરી શકાશે. ગ્રાહકોને હોમ ચાર્જિંગ સ્ટેશનનો પણ વિકલ્પ આપવામાં આવશે.

Image Source

સ્કૂટરમાં 12 ઇંચના એલોય વ્હીલ અને ટ્યુબલેસ ટાયર આપવામાં આવેલા છે. જેનાથી લાંબી મુસાફરી પર ચાલકને પંચરની ચિંતા બિલકુલ પણ નહિ રહે. જો કે હજી સુધી કંપની દ્વારા સ્કૂટરના કિંમતની ઘોષણા કરવામાં આવી નથી. પણ ઓટો એક્સપર્ટનું કહેવું છે કે તેની કિંમત 70 હજારથી 1 લખ સુધી હોઈ શકે તેમ છે. બજાજનાં તરફથી સ્કૂટરનું પ્રોડકશન 25 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી ચૂક્યું છે.

બજાજ ચેતક જાન્યુઆરી 2020 માં લોન્ચ થશે અને ત્યારે જ તેની સાચી કિંમતની ઘોષણા કંપની દ્વારા કરવામાં આવશે. ભારતીય બજારમાં ઈ-સ્કુટરની ટક્કર Ather 450 અને Okinawa Praise સાથે થવાની અપેક્ષા છે. એ પણ અપેક્ષા છે કે કંપની આગળ જઈને નવા બજાજ ચેતકનું ICE(ઇન્ટર્નલ કંબશન એન્જીન) પાવર્ડ કન્વેશનલ વર્ઝન પણ લોન્ચ કરે.

Image Source

જણાવી દઈએ કે પહેલી વાર ચેતક વર્ષ 1972 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 2006 માં રાહુલ બજાજના દીકરા રાજીવ બજાજે કંપનીનો પૂરો કે ભાર સંભાળતા બજાજ સ્કૂટરના નિર્માણને પુરી રીતે બંધ કરીને મોટરસાઇકલ પર જ ધ્યાન લગાવવાનું શરૂ કર્યું હતું. રાજીવ બજાજનું માનવું હતું કે કંપનીને નવી પેઢી સાથે જોડીને માર્કેટને કનેક્ટ કરવાનું રહેશે, પણ તેના પિતા રાહુલ બજાજે તેને સ્કૂટર બંધ ન કરવાની સલાહ આપી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.