ખબર

શરમજનક ઘટનાનો Video વાયરલ: ઇન્ડોનેશિયા હોટલના રૂમમાંથી ચોરી કરતાં ઝડપાયો ભારતીય પરિવાર….

બેસ્ટ અને સુંદર ટુરિસ્ટ પ્લેસમાના એક ઇન્ડોનેશિયામાં એક એવી ઘટના બની છે, જેનાથી પૂરો દેશ શર્મસાર થઇ ગયો છે.વાત એવી છે કે ઇન્ડોનેશિયાના બાલી માં એક ભારતીય પરિવારે હોટેલના રૂમમાંથી ઘણો સામના ચોરી કરી લીધો હતો. જેનો વિડીયો પણ ખુબ વાઇલર થઇ રહ્યો છે.

Image Source

હોટેલ કમર્ચારીઓની સામાન ચોરી થાવાની આશંકામાં જેવી રીતે તેઓના સામાનને ચેક કરવામાં આવ્યો અને વિડીયો બનાવીને વાઇરલ કર્યો, જેને જોયા પછી કોઈપણ સામાન્ય વ્યક્તિ ચોરી કરવાની હિંમત નહિ કરી શકે.આ વીડિયોને લોકો ઇન્ટરનેટ પર ખુબ શેર કરી રહ્યા છે,સામાન ચોરી કરનારા લોકોની પણ ખુબ નિંદા કરવામાં આવી રહી છે.

Image Source

એવામાં આ વીડિયોને લઈને અભિનેત્રી મિની માથુરે પણ વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કર્યો છે.વીડિયોને પોસ્ટ કરતા મિનીએ લખ્યું કે,”પર્યટક યાત્રીઓનું આ એક સૌથી ખરાબ ઉદાહરણ, જે આપણા દેશની છબી માટે ખુબ અપમાનજનક છે.અને અંકલ તેઓને પૈસા આપવાની વાત કરી રહ્યા છે”.

Image Source

સોશિયલ મીડિયા પર સામાન ચોરી કરવાનો જે વિડીયો શેર થયેલો છે તેમાં દેખાઈ રહ્યું છે કે બદનામીમાં આવી ગયેલા આ પરિવારના લોકો હોટેલના રૂમમાંથી હેંગર,હેન્ડવોશ,શૉપ ડીસ્પેન્સર અને હેરડ્રાયર જેવી નાની નાની વસ્તુઓ ચોરી કરી રહ્યા છે.

વીડિયોમાં જે રીતે આરોપી પરિવાર વાત કરી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે તે પોતાના જ દેશના છે.હોટેલ સ્ટાર્ફ જે રીતે તેઓના કારનામા પર ગુસ્સો કરી રહ્યા છે તેઓનો તેઓ કંઈપણ જવાબ આપી રહ્યા નથી.આ સિવાય તેઓ હોટેલના સ્ટાફને વિનંતી કરી રહ્યા છે કે તેઓ પોલીસને ના બોલાવે, તેઓએ જે કંઈપણ વસ્તુ ચોરી કરી છે તેના તેઓ પૈસા ચૂકવવા માટે પણ તૈયાર છે.

જણાવી દઈએ કે અભિનેત્રી મિની માથુર એમેજૉન પ્રાઈમ વિડીયો પર પ્રસારિત થયેલા વેબ શો ‘માઈન્ડ દ મલ્હોત્રાજ’ માં લીડ રીલ નિભાવતી નજરમાં આવી હતી.શો માં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. વેબ સિરીઝમાં મિની 40 વર્ષની શેફાલીનો રદાર નિભાવી રહી છે. આ ઇઝરાયલી કોમેડી શો ‘લા ફામિગ્લિયા’ પર આધારિત છે, જેમાં એક સામાન્ય પરિવારની કહાનીને દેખાડવામાં આવી છે.મિની માથુર તેની પહેલા ફેમસ સિંગિંગ શો ‘ઇન્ડિયન આઇડલ’ના સીઝન-4 ને પણ હોસ્ટ કરી ચુકી છે.

જુઓ વિડીયો….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks