ખબર ફિલ્મી દુનિયા

નતાશાને આવી હાર્દિક પંડ્યાની યાદ, શેર કરી થ્રો બેક તસ્વીર

બોલીવુડ એક્ટ્રેસ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે. નતાશા તેના દીકરા અગસ્ત્ય સાથેની તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ નતાશાએ દિવાળી સેલિબ્રેશનની તસ્વીર શેર કરી હતી.

નતાશા દિવાળીના સમય દરમિયાન પતિ હાર્દિક પંડ્યાને ઘણી યાદ કરી રહી હતી. હાર્દિક આઈપીએલ પૂરી કરીને હાલ ઓસ્ટ્રેલીયામાં છે, હાર્દિક પણ તેની પત્ની અને દીકરાને યાદ કરી રહ્યો છે . હાલમાં જ નતાશાએ તેના હાર્દિક સાથેની તસ્વીર શેર કરી હતી.

આ તસ્વીરમાં નતાશા હાર્દિક તરફ જોઈ રહી છે.જ્યારે હાર્દિક ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત છે. અ તસ્વીરમાં નતાશાએ પોલકા ડોટનું ટોપ પહેર્યું હતું. જયારે હાર્દિક સફેદ ટીશર્ટમાં નજરે ચડ્યો હતો. નતાશાએ આ તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, ‘🥰❤️ હાર્દિક પંડ્યા’.

હાર્દિક પંડ્યાએ પણ અ તસ્વીરને લાઈક કરી હાર્ટની ઈમોજી મૂકી હતી. આ તસ્વીરને કેએલ રાહુલે પણ લાઈક કરી હતી. આથીયા શેટ્ટીને પણ અ તસ્વીર પસંદ આવી હતી.

જણાવી દઈએ કે, હાર્દિક તેની ટુર્નામેન્ટને લઈને ઓસ્ટ્રેલિયામાં છે, હાલમાં જ નતાશાએ પુત્ર અગસ્ત્ય સાથે પહેલી દિવાળી મનાવી હતી.આ સેલિબ્રેશનમાં હાર્દિક હાજર ના હોય પરીવારજનોએ બહુ જ યાદ કર્યો હતો.
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જુનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પુત્ર અગસ્ત્ય સાથે રમતો જોવા મળે છે. હાર્દિક પંડ્યા પુત્રને હાઈ-ફાઇવ આપતો હતો. થોડા સમય બાદ તે કહે છે કે, ચાલો હવે ડેડીને સુઈ જવું છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, અગત્સ્ય સાથે રમવાનો સમય. આ જ વસ્તુને હું સૌથી વધુ મિસ કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હું આ દિવસ આખી જિંદગી યાદ રાખીશ. હાર્દિક પંડયાએ દીકરા સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તે દીકરાને ખભા પર રાખ્યો છે. હાર્દિકની પોસ્ટ પર નતાશાએ તુરંત જ પ્રતિક્રિયા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

જણાવી દઈએ કે, 2020 ની શરૂઆતમાં હાર્દિક અને નતાશાએ સગાઈની ઘોષણા કરી હતી. હાર્દિકે દુબઇમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની વીંટી પહેરાવી હતી. આ વર્ષે 30 જુલાઈએ નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો. હાર્દિક અવારનવાર પુત્ર સાથે તસ્વીરો શેર કરતો હોય છે.