ખબર

ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમને લઈને આવ્યા મોટા સમાચાર, વિક્રમ લેન્ડરની સાઈટ પરથી પસાર થશે નાસાનું ઓર્બિટર જાણો વિગત

હાલમાં, ચંદ્રયાન -2 મિશનની સૌથી મોટી સમસ્યા બનેલા વિક્રમ લેંડર અને ઈસરો વચ્ચ સંપર્ક ન થઇ શકવાની સમસ્યા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે યુએસ સ્પેસ એજન્સી નાસા ભારતના ચંદ્રયાન -2 મિશન હેઠળ ચંદ્ર પર વિક્રમ લેન્ડરને શોધી કાઢવામાં મદદ કરશે. નાસાનું ઓર્બિટર 17 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી ઉપર વિક્રમ જે સ્થળે ઉતાર્યું છે એન સ્થાનની ઉપરથી ઉડશે.

Image Source

નાસાનું ઓર્બિટર લેન્ડિંગ સાઈટની તસવીરો પણ મોકલી શકે છે. જેનાથી વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવામાં સફળતા મળી શકે છે. ઇસરોએ પણ વિક્રમ લેન્ડરની લોકેશન વિશે જાણકારી મેળવી છે અને તેની સાથે સંપર્ક માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઇસરોએ હજી સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર નિર્ધારિત લેન્ડિંગ સાઈટના કોઈપણ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નથી. આને કારણે ત્યાં શું પરિસ્થિતિ છે અને વિક્રમ લેન્ડર કઈ સ્થિતિમાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

Image Source

નાસાનું ઓર્બિટર ટોહી ચંદ્રની જ એક ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટોહી ઓર્બિટર એ જ સ્થાનની ઉપર હશે, જ્યા વિક્રમે લેન્ડિંગ કરવાનું હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે છે કે નાસાનું ટોહી ઓર્બિટર લેન્ડિંગ સાઈટની આસપાસ વિક્રમ લેન્ડરની તસવીર લેશે અને પરિસ્થિતિને જણાવશે.

સ્પેસફ્લાઇટ નાઉએ નાસાના ઓર્બિટનના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નોઆહ પેટ્રોના હવાલાથી જણાવ્યું છે કે નાસાનું ઓર્બિટર મંગળવારે 17 સપ્ટેમ્બરના રોજ વિક્રમની લેન્ડિંગ સાઈટ ઉપરથી પસાર થશે. પેટ્રોએ કહ્યું કે નાસા નીતિ મુજબ તેના ઓર્બિટરનો ડેટા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોય છે.

પેટ્રોએ કહ્યું કે અમારું ઓર્બિટન વિક્રમ લેન્ડરની સાઇટ પરથી પસાર થશે અને તેના ફોટોગ્રાફ્સ લઈને જાહેર કરશે. જેથી ઇસરોને સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ મળી શકે. ઇસરોએ મંગળવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન 2ના ઓર્બિટરે વિક્રમ લેન્ડરનો પાટો લગાવ્યો છે. જો કે, હજી સુધી વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ સફળ રહ્યો નથી.

Image Source

નોંધનીય છે કે 22 જુલાઈએ ઇસરોએ મહત્વાકાંક્ષી ચંદ્રયાન -2 મિશનની શરૂઆત કરી હતી. આ ચંદ્રયાન -2ના ત્રણ ભાગ છે જે ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ગઈ 7 સપ્ટેમ્બરના રોજ, વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પહોંચવાનું હતું, પણ ઉતરવાના 2.1 કિલોમીટર પહેલા જ ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. હાલમાં, ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સ્થાન રીતે શોધી કાઢ્યું છે. આ પછી, ઇસરો દિવસ-રાત ફરીથી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં લાગેલું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks