ખબર

મેયરના કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ભાજપમાં હડકંપ

દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 23 હજારને પાર છે. કોરોનાને ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકીય નેતાઓ પણ આવે છે.

ગુજરાતનું વુહાન બની રહેલું અમદાવાદમાં પણ કેસનો વધારો થતો જાય છે. અમદાવાદ શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન જોશીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. સાધનાબેન અને તેમના પરિવારના બીજા સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં નારણપુરા ભાજપી કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ આવતા AMC શાસકોમાં હડકંપ મચ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મેયર કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજવામાં આવેલા તુલસી રોપા કાર્યક્રમમાં પણ સાધનાબેન હાજર રહ્યાં હતા. હાલ અમદાવાદ શહેર ભાજપ ચિંતિત બન્યું છે.

3 જૂનના રોજ હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપ પમુખ રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમની પણ તબીબોની દેખરેખમાં સારવાર ચાલુ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.