આગળની 8 સિઝનથી ટીવી પર ફેમસ રહેલો ડાંસ શો નચ બલિયેની નવી સીઝન નચ બલિયે-9 જલ્દી જ ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહી છે.જણાવી દઈએ કે નચ બલિયે-9 સીઝનને અભિનેતા સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે.આ વખતની સીઝનમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે જેમાં કપલની સાથે સાથે એક્સ કપલ પણ શો માં ભાગ લઇ શકશે અને પોતાનો દમદાર ડાંસ દેખાડશે.
રિયાલિટી શો નચ બલિયે-9 શરૂ થવામાં હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે અને દર્શકોને પણ આતુરતાથી રાહ છે કે આખરે આ શો માં કઈ કઈ જોડીઓ હશે અને શો હોસ્ટ કોણ કરશે? જો કે રિપોર્ટ અનુસાર શો ને જેનિફર વિંગેટ અને સુનિલ ગ્રોવર હોસ્ટ કરી રહ્યા છે પણ એક તાજા રિપોર્ટના અનુસાર આ શો નો ગ્રાન્ડ પ્રીમિયર એપિસોડ દિવ્યાંકા ત્રિપાઠી હોસ્ટ કરી શકે તેમ છે.
જણાવી દઈએ કે આગળની સીઝન નચ બલિયે-8 ની ટ્રોફી દિવ્યાંકા ત્રિપાઠી અને પતિ વિવેક દહિયાએ જીતી હતી.રિપોર્ટ અનુસાર શો માટે ટીવી જગતની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીને પહેલા એપિસોડ માટે પસંદ કરી લીધી છે જો કે એ જાણકારી નથી કે તેની સાથે પતિ વિવેક દહિયા પણ શો હોસ્ટ કરતા દેખાશે કે નહિ?
તેની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ સિંગિંગ રિયાલિટી શો ‘દ વૉઇસ’ ને હોસ્ટ કરી ચુકી છે.અત્યાર સુધીમાં નચ બલિયે સીઝન-9 માટે બે જોડીઓનો પ્રોમો રિલીઝ કરવામાં આવી ચુક્યો છે. જેમાં ઉર્વશી ધોળકિયા-અનુજ સચદેવા અને વિશાલ સિંહ-મધુરિમા તુલીનો ડાન્સિંગ પ્રોમો રીલીઝ થઇ ચુક્યો છે.2 જુલાઈના રોજ અન્ય જોડીઓ અને હોસ્ટ પ્રોમો શૂટ થઇ શકે તેમ છે.
આ વખતે નચ બલિયે સીઝન-9 પોતાના આ નવા કોન્સેપ્ટને લીધે વધારે ચર્ચામાં છે જેમાં એક્સ જોડીઓનો ડાંસ જાદુ પણ જોવા મળવાનો છે.જેને લીધે દર્શકોને પણ આ નવા કોન્સેપ્ટની સાથે શો જોવાની ખુબ જ ઉત્સુકતા છે. હાલ દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ વિવેક સાથે પેરિસમાં રજાના દિવસોનો આનંદ માણી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks