ફિલ્મી દુનિયા

થઇ ગયો મોટો ખુલાસો, સુશાંતના નિધન પછી જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ રિયાની છે એકદમ નજીક, શંકાશીલ વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મામલામાં સુશાંતના પિતા કે કે સિંહે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક આરોપો લગાવતા એફઆઇઆર દર્જ કરાવી છે. અમુક સમય પહેલા જ જાણવા મળ્યું હતું કે સુશાંતના મૃત શરીર પાસે એક મિસ્ટ્રી ગર્લને જોવામાં આવી હતી, અને તેની સાથે અન્ય એક શંકાશીલ વ્યક્તિ પણ હતો. એવામાં હવે એ વાતની જાણ થઇ ચુકી છે કે આખરે કોણ હતી આ મિસ્ટ્રી ગર્લ.

Image Source

મળેલી જાણકારીના આધારે મુંબઈ પોલીસે જે શંકાશીલ છોકરીનો ઉલ્લેખ કર્યો હતો તે બીજું કોઈ નહિ પણ રીયાનો ભાઈ શોવિકની મિત્ર ‘જમીલા’ છે. એવી પણ જાણકારી મળી છે કે સુશાંતના નિધનની ખબર સાંભળતા જ તે પ્રિયંકા ખેમાની અને મહેશ શેટ્ટી સાથે તેના ઘરે પણ પહોંચી હતી.

Image Source

જો કે પોલીસે તેને અંદર જવા દીધી ન હતી. જેના પછી જમીલા સુશાંતના ઘરના સ્ટાફ સાથે મળીને નીકળી ગઈ હતી. વીડિયોમાં પણ દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની સ્ટ્રિપ્ડ ટીશર્ટ પહેરેલી આ મિસ્ટ્રી ગર્લને મુંબઈ પોલીસની હાજરીમાં સુશાંતના ઘરની અંદર જતી જોઈ શકાય છે.

Image Source

જેના પછી આ મિસ્ટ્રી ગર્લ એક કાળા કપડા પહેરેલા શંકાશીલ વ્યક્તિ સાથે વાત કરી રહી છે, પહેલા તો તેના હાથમાં એક કાળા રંગનું બેગ પણ હોય છે પણ જ્યારે તે વ્યક્તિ પાછો આવે છે તો બેગ ગાયબ હોય છે.

Image Source

આ મામલામાં સુશાંતના પરિવારના વકીલે કહ્યું કે,”જો કોઈ વ્યક્તિ ઘરેથી કંઈક લઈને જઈ રહ્યો છે તો તે ખુબ જ શંકાશીલ છે. જો તે કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો છે અને પછી અચાનક ગાયબ થઇ જાય તો તે શંકાશિક છે. છોકરીની ઓળખની જાણ કરવી પડશે”.

Image Source

એવામાં હવે આ મિસ્ટ્રી ગર્લની ઓળખ થઇ ચુકી છે. રિયાએ પોતાના એકાઉન્ટ પર ભાઈ સાથેની ઘણી તસવીરો શેર કરેલી છે જેમાં જમીલા પણ છે જ. જમીલા શોવિકની સાથે સાથે રિયાની પણ ખુબ નજીકની મિત્ર માનવામાં આવી છે.

Image Source

હાલ મામલામાં આગળ પણ જાંચ ચાલી રહી છે. સુશાંતના પરિવાર અને તેના ચાહકો પણ સુશાંતને ન્યાય આપવા માટેની કામના કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.