કંઇ પણ થઇ જાય શરાબ અને માંસને હાથ લગાવતા નથી, તેમની આ આદતોના ખૂબ જ પાક્કા છે મુકેશ અંબાણી

આજે 65 વર્ષના થયા મુકેશ અંબાણી…જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા…કંઇ પણ થઇ જાય શરાબ અને માંસને હાથ લગાવતા નથી, તેમની આ આદતોના ખૂબ જ પાક્કા છે મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957માં થયો હતો. તેઓ 63 વર્ષના છે. તેમના પિતા ધીરૂભાઇ અંબાણીનું પણ દેશમાં ઘણુ મોટુ નામ હતુ અને તે જ નામને આગળ તેમના દીકરાઓએ વધાર્યુ. જો કે, તેમના બીજા દીકરાની પરિસ્થતિ હાલમાં થોડી સારી નથી પરંતુ એક સમય એવો હતો જયારે તેઓ પણ સફળ બિઝનેસમેન હતા.

મુકેશ અંબાણી દુનિયાના 8માં સૌથી અમીર વ્યક્તિ છે. ભારતમાં તેઓ સંપત્તિના મામલે પહેલા નંબર પર છે. મુકેશ અંબાણી તેમના બિઝનેસની સાથે સાથે તેમની લાઇફસ્ટાઇલને લઇને પણ ચર્ચિત છે.

મુકેશ અંબાણીએ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. આજે આપણે જાણીશુ મુકેશ અંબાણી વિશે કેટલીક જાણી-અજાણી વાતો…મુકેશ અંબાણીએ કેટલાક સિદ્ધાંતો બનાવ્યા છે જેનાથી તેઓ કયારેય સમજૂતી કરતા નથી.

મુકેશ અંબાણીને કયારેય પણ તેમનો જન્મદિવસ મનાવવો પસંદ નથી. તેમણે તેમનો 50મો જન્મદિવસ પણ પરિવારના ખૂબ જ કહેવા પર મનાવ્યો હતો. મોટા મોટા બિઝનેસ મેન તેમની પાર્ટીઓમાં દારૂ પીવે છે પરંતુ મુકેશ અંબાણી આટલા મોટા બિઝનેસ મેન હોવા છત્તાં પણ તેઓ કયારેય દારૂને હાથ લગાવતા નથી અને તેઓ માસ મચ્છીનું પણ સેવન કયારેય કરતા નથી.

મુકેશ અંબાણીને મોડા સુધી સૂવુ પસંદ નથી. તેઓ લગભગ સવારે 5 વાગ્યાની આસપાસ ઉઠી જાય છે અને તેઓ વર્કઆઉટ બાદ તેમના દિવસની શરૂઆત કરે છે. દેશના સૌથી ધનિક બિઝનેસ મેન ગુજરાતી છે પરંતુ તેમને ખાવામાં વધારે સાઉથ ઇન્ડિયન પસંદ છે. મુંબઇના માટુંગા સ્થિત મૈસૂર કેફેનો ઇડલી સંભાર તેમનો ફેવરિટ છે.

મુકેશ અંબાણી ભણવાના ખૂબ જ શોખીન છે. તેઓ બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. પરંતુ તેઓનો એકમાત્ર ઉદ્દેશ્ય કયારેય પૈસા કમાવવાનો રહ્યો નથી. પત્રિકા વેબસાઇટ અનુસાર, તેમને પૈસા કરતા વધારે ચેલેન્જ લેવુ પસંદ છે. તેમને શરૂઆતથી જ ટેકનોલોજીમાં ઘણી દિલચસ્પી હતી. આ ઉપરાંત તેમને દાન કરવું પણ પસંદ છે.

મુકેશ અંબાણીને મોડી રાત સુધીની પાર્ટીઓમાં કોઇ દિલચસ્પી નથી. તેઓ વધારે કોશિશ કરે છે કે તેમને મોડી રાત સુધીની પાર્ટીમાં ના જવું પડે. તેઓ રવિવારનો દિવસ પરિવાર સાથે વીતાવે છે.

Shah Jina