મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી થોડા જ સમયમાં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. ત્યારે આ પહેલા ગુજરાતના જામનગરમાં કપલના પ્રિ-વેડિંગ ફંક્શન યોજાયા હતા અને આ ફંક્શન્સમાં દુનિયાભરના સેલેબ્સ અને મોટા મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. ત્યારે એવા અહેવાલ છે કે 12 જુલાઈ 2024ના રોજ અનંત અને રાધિકા મુંબઈમાં સાત ફેરા લેશે. લગ્ન પહેલા અનંતને રાધિકા સાથે દુબઈમાં સ્પોટ કરવામાં આવ્યો હતો.
અનંત અને રાધિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને કરોડો રૂપિયાની કાર સાથે જોવા મળી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર ભારતમાં માત્ર થોડા લોકો પાસે જ આ કાર છે. વાયરલ વીડિયોમાં અનંત અંબાણી તેજસ્વી નારંગી રંગની રોલ્સ રોયસ કલીનન બ્લેક બેજ (Rolls Royce Cullinan) તરફ જતા જોવા મળ્યો હતો. અન્ય એક વીડિયોમાં તે કારની અંદર પણ જોવા મળ્યો હતો. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અનંતે આ કાર ખરીદી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ કરાવ્યા છે.
જો કે, આ વાતની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતું નથી. વિડિયો વાયરલ થયા બાદ આ કારને લઈને ઈન્ટરનેટ પર ચર્ચાઓ ચાલી રહી છે. આ કાર ભારતમાં વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત લગભગ 7થી10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બાકીની રોલ્સ રોયસ કારની કિંમત પણ તેમાં કરવામાં આવેલા કસ્ટમાઇઝેશન પર આધારિત છે.
CarWale.com પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ કારમાં 6749 cc એન્જિન છે. આ કાર 563 bhpનો પાવર જનરેટ કરે છે. તેનો ટોર્ક 850 એનએમ છે. વાહનમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. મતલબ કે તે 8 ગિયરવાળી કાર છે. તેની ટોપ સ્પીડ 250 kmph છે. કારમાં પહોળા 22 ઇંચના એલોય વ્હીલ્સ છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે.
વીડિયોમાં અનંત અને રાધિકા સાથે 20 કારનો કાફલો જોવા મળી રહ્યો છે. અનંત અને રાધિકા એક નારંગી રોલ્સ-રોયસ ક્યુલિનન બ્લેક બેજ કારમાં મુસાફરી કરી રહ્યા છે અને સામે કાળી XUV કારની લાંબી લાઇન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી સિવાય આ કાર બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાન પાસે છે.
View this post on Instagram