સેલેબ્સથી રોશન થઇ દીવાળી પાર્ટી, સિદ્ધાર્થ-કિયારાથી લઇને આલિયા ભટ્ટ સુધી સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા બોલિવુડ સેલેબ્સ
મનીષ મલ્હોત્રા દર વર્ષે દિવાળી પહેલા એક ભવ્ય પાર્ટીનું આયોજન કરે છે. આ વર્ષે પણ 22 ઓક્ટોબરે તેણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વખતે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સની ચમક સાથે ડેકોરેશન પણ આકર્ષિત કરી રહ્યું હતું. થીમથી લઈને ડેકોરેશન સુધીની દરેક વસ્તુનું કોમ્બિનેશન પરફેક્ટ હતું. દિવાળી પાર્ટી માટે મનીષ મલ્હોત્રાના ઘરના એંટ્રેસને ખાસ થીમ પર સજાવવામાં આવ્યો હતો.
જ્યાં પર્પલ, ગોલ્ડન અને વ્હાઈટનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું. મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સે રોનક વિખેરી. આ દરમિયાન આલિયા ભટ્ટની સ્ટાઈલ બધા કરતા અલગ રહી.આલિયા ભટ્ટ તેની બહેન શાહીન સાથે પાર્ટીમાં પહોંચી હતી. આલિયાએ પિંક અને ગોલ્ડન લહેંગો પહોર્યો હતો, જે તેણે તેની મહેંદી સેરેમનીમાં પહેર્યો હતો. આલિયા આ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પાર્ટીમાં આલિયા સિવાય ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જાહ્નવી કપૂર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે શાહિદ કપૂરના ડ્રેસે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતુ.શાહિદ તેની પત્ની મીરા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મેચિંગ આઉટફિટ્સમાં પહોંચ્યા હતા. આ સિવાય જેનેલિયા અને રિતેશ દેશમુખે પણ પોતાના લુકથી ચાર્મ ઉમેર્યું હતું.
‘મિર્ઝાપુરના મુન્ના ભૈયા એટલે કે અભિનેતા દિવ્યેન્દુ શર્માએ પણ ઓરી સાથે પાર્ટીમાં હાજરી આપી હતી. વ્હાઇટ લુકમાં પહોંચેલ ઓરીએ અનન્યાએ સાથે પોઝ પણ આપ્યો હતો.આ સિવાય નાગા ચૈતન્યની થવવાળી દુલ્હન શોભિતા ધુલીપાલા પણ સાડી પહેરી મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં પહોંચી હતી, તે અદભૂત દેખાતી હતી. જ્યારે હંમેશની જેમ સદાબહાર રેખાએ તેના સાડી લુકથી લાઇમલાઇટ લૂંટી લીધી હતી.
કરણ જોહરનો લુક પણ જોરદાર હતો. શિલ્પા શેટ્ટી તેની બહેન અને અભિનેત્રી શમિતા સાથે પાર્ટીમાં પહોંચી હતી.આ સિવાય કાજોલ, નોરા ફતેહી, સાન્યા મલ્હોત્રા સહિત અન્ય ઘણી ફિલ્મ સેલિબ્રિટીઓએ પણ પાર્ટીમાં ખૂબ મસ્તી કરી હતી. સ્ત્રી ફેમ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સિલ્વર લહેંગામાં જોવા મળી હતી, તેણે સ્લીવલેસ બ્લાઉઝ અને ઈયરિંગ્સ સાથે લુક પૂરો કર્યો હતો.
શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન પણ રેડ સાડીમાં પોતાની દિલકશ અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દીવાળી પાર્ટીમાં સુહાના ખાન રેડ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝમાં જોવા મળી હતી. અભિનેત્રીના આ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
મલ્હોત્રાની પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, રેખા, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર, શ્રદ્ધા કપૂર, તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા, આદિત્ય રોય કપૂર, વિજય વર્મા, સિદ્ધાંત ચતુર્વેદી, ફાતિમા સના શેખ, હુમા કુરેશી, ગૌરી ખાન, અર્પિતા શર્મા, નુસરત ભરૂચા સામેલ થઇ હતી.
આ ઉપરાંત નોરા ફતેહી, સુહાના ખાન, દિશા પટાની, ખુશી કપૂર, અર્જુન કપૂર, રવીના ટંડનની પુત્રી રાશા, કૃતિ સેનન, વરુણ ધવન, ઓરી, શિલ્પા શેટ્ટી, શોભિતા ધુલીપાલા, રિતેશ દેશમુખ, જેનેલિયા, કાજોલ સહિત અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. એવરગ્રીન એક્ટ્રેસ રેખા 70 વર્ષની ઉંમરે પણ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની યંગ એક્ટ્રેસને ટક્કર આપી રહી હતી.
રેખાએ ઓરેન્જ બનારસી સાડી પહેરી હતી અને આ સાથે રેડ લિપસ્ટિક, માંગ ટીકો, તેમજ વાળમાં ગજરો લગાવ્યો હતો. દિશા પટની પણ એકદમ ફેબ્યુલસ લાગી રહી હતી. તેણે અનોખી સ્ટાઈલમાં ગોલ્ડન સાડી પહેરી હતી અને આ સાથે સોફ્ટ કર્લ્ડ વાળ કર્યા હતા.
દિશાએ તેના સાડી લુક સાથે ગ્લોસી મેકઅપ કર્યો હતો. શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પણ મેચિંગ આઉટફિટ કેરી કર્યો હતો. મીરાએ સફેદ અને ગોલ્ડન સિક્વન્સની સાડી પહેરી હતી, જ્યારે શાહિદે ચિકનકારી ઘાઘરા જેવો કુર્તો પહેર્યો હતો.
તમન્ના ભાટિયા પણ પાર્ટીમાં સુંદર લાગી રહી હતી, તેણે જે સાડી પહેરી હતી તેના પરથી કોઈ નજર હટાવી શક્યું નહીં. તમન્નાના રેડ અને મરૂન સાડી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.