ઐશ્વર્યા-અભિષેકનાં છૂટાછેડા? ખબરો વચ્ચે એશ્વર્યા રાયની ફેમીલી પાર્ટીમાં ના જોવા મળ્યો અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના અંગત જીવનના કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ કપલના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. અભિષેક હવે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળતો નથી જેના કારણે વારંવાર છૂટાછેડાની અફવાઓ આવવા લાગે છે. ત્યારે હવે ફરી એકવાર કંઈક આવું જ બન્યું. ઐશ્વર્યાના પરિવારમાં જન્મદિવસની પાર્ટી હતી જેમાં અભિષેક જોવા મળ્યો નહોતો.

આ બર્થડે પાર્ટીની એક તસવીર વાયરલ થઈ છે જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા ફેમિલી સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં એશ્વર્યાની માતા બ્રિંદા રાય પણ જોવા મળી રહી છે, પણ અભિષેક ક્યાંય ન જોવા મળ્યો. આ ઐશ્વર્યાની કઝિનની બર્થડે પાર્ટીનો ફોટો છે જે તેણે પોતે જ શેર કર્યો છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન હાલમાં જ તેની ફિલ્મ હાઉસફુલ 5નું શેડ્યૂલ પૂર્ણ કરીને મુંબઈ પરત ફર્યો છે.

મુંબઈમાં હોવા છતાં અભિષેક આ પાર્ટીનો ભાગ બન્યો નહોતો. આ કારણે યુઝર્સ સોશિયલ મીડિયા પર ઘણા સવાલો પૂછી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. આ કપલને એક દીકરી આરાધ્યા બચ્ચન પણ છે. જો કે એવું કહેવાઇ રહ્યુ છે કે કપલ વચ્ચે હવે બધુ બરાબર નથી અને બંને અલગ થઇ ગયા છે.

તેમના છૂટાછેડાની અફવાઓ આ વર્ષે જુલાઈની શરૂઆતમાં શરૂ થઈ હતી જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારથી દૂર જોવા મળી હતી. એક બાજુ આખો બચ્ચન પરિવાર અને બીજી બાજુ તે દીકરી સાથે શાહી લગ્નમાં સામેલ થઇ હતી. આ પછી અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી પોસ્ટ લાઈક કરીને અટકળોને વધુ વેગ આપ્યો.

Shah Jina
error: Unable To Copy Protected Content!