એ વાત કોઈથી છુપાયેલી નથી કે એક્ટ્રેસ રૂબીના દિલૈક ખાવાની ખૂબ જ શોખીન છે. જો તમે તેના સોશિયલ મીડિયા પર નજર નાખશો તો તમને તેના ખોરાક પ્રત્યેના પ્રેમ વિશે ખબર પડશે. કમ્ફર્ટેબલ હોમ ફૂડથી એડવેન્ચર ફ્લેવર સુધી… સ્વાદિષ્ટ વસ્તુઓ પ્રત્યેનો તેનો જુસ્સો સ્પષ્ટ છે.
તાજેતરમાં જ તેણે એક ઇન્સ્ટાગ્રામ વિડિઓ શેર કર્યો હતો જેમાં તેણે ગર્વથી કહ્યું કે તે “દિલથી દેશી” છે. આ વીડિયોમાં રૂબિના ખુશીથી મીઠી ક્રીમથી ભરેલો ક્રન્ચી ક્રીમ રોલ ખાય છે અને તેની અભિવ્યક્તિ બધું જ કહી દે છે. રૂબિનાએ શેર કર્યુ “હૅશટેગ સ્કૂલ લાઇફ, સ્કૂલ લાઇફને ફરીથી દેખવી, શું અદ્ભુત વાત છે, એક મજેદાર ટ્વિસ્ટમાં તે ક્રીમ રોલને “ખાડુ” કહે છે, “હું શું ખાઉં છું તે કોઇ કહેશે? અને ખાડુ શું છે?”
જણાવી દઇએ કે, રુબિના અને અભિનવ શુક્લાએ ગયા વર્ષે નવેમ્બરમાં જોડિયા દીકરીઓનું સ્વાગત કર્યું હતું. આ પછી નવરાત્રિના પહેલા દિવસે આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરીઓ સાથેની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ખુશ કરી દીધા. જણાવી દઈએ કે આ કપલે પોતાની દીકરીના જન્મના સમાચાર ચાહકોથી છુપાવીને રાખ્યા હતા. અભિનવ શુક્લાએ પુત્રીઓના ચહેરાને જાહેર કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આની જાહેરાત કરી હતી. જે પછી ચાહકો આતુરતાથી નાની પરીઓની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા.
ત્યારે રૂબીના અને અભિનવની દીકરીઓની તસવીરો સામે આવતા જ ફેન્સ પોતાને રોકી ના શક્યા. તેઓએ કોમેન્ટ સેક્શનમાં જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. આ લિટલ એન્જલ્સની સુંદરતા જોઈને દરેકના હોંશ ઉડી ગયા. રૂબીના અને અભિનવની પુત્રી ઇધા માતાની કોપી છે, જ્યારે જીવા અભિનવની કોપી છે.
View this post on Instagram