ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 5 રાશિઓને થશે તગડો લાભ- કૃપા કરશે માં લક્ષ્મી !

29 ઓક્ટોબરે ધનતેરસનો પાવન પર્વ મનાવવામાં આવશે, આ દિવસે દિપોત્સ્વની શરૂઆત થાય છે. ધનતેરસ પર ખરીદારી કરવી ઘણી શુભ માનવામાં આવે છે જેનાથી ધન-ધાન્યમાં વધારો થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ધનવંતરી અમૃત કળશ લઇને ઉત્પન્ન થયા હતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે ધનતેરસ ખૂબ ખાસ છે. આ દિવસે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. આ યોગ 5 રાશિઓના જાતકો માટે ઘણો શુભ રહેશે.

વૃષભ
વૃષભ રાશિના લોકો માટે શુભ સમય શરૂ થઈ શકે છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેનું સમાધાન થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. વેપારીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને માનસિક તણાવથી રાહત મળશે. મનમાં સકારાત્મકતા આવશે.

મિથુન
લક્ષ્મી-નારાયણ યોગ મિથુન રાશિના લોકો માટે સારા સમાચાર લાવી શકે છે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમારા કામની પ્રશંસા પણ થશે અને તમારા બોસ પણ ખુશ થશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. આર્થિક લાભની પણ સારી તકો રહેશે.

કર્ક
કર્ક રાશિના વેપારી વર્ગ માટે સમય સાનુકૂળ રહેશે. જો પ્રેમ જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલી રહી હતી, તો તે દૂર થઈ જશે. રોકાણ પર તમને સારું વળતર મળશે. તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશ કરશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે અને પ્રમોશન પણ થઈ શકે છે.

વૃશ્ચિક
ધનતેરસના કારણે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આર્થિક લાભની પણ તકો રહેશે. ઉદ્યોગપતિઓની નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. જો કોઈ બાબતને લઈને માનસિક તણાવ હોય તો તે પણ દૂર થઈ શકે છે.

મીન
મીન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમને પૈતૃક સંપત્તિનો લાભ મળશે. જો લાંબા સમયથી કોઈ કામમાં અવરોધો આવે તો તે દૂર થશે અને સફળતા મળશે. જે લોકો નોકરીની શોધમાં છે તેઓને તેમની પસંદગીની નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina