ખબર જીવનશૈલી

મુકેશ અંબાણીના ઘરના નોકરોનો પગાર જાણીને પોતાને ગરીબ સમજવા લાગશો તમે…

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને સૌ કોઈ જાણે જ છે. કદાચ જ કોઈકે એવું હશે કે જેને મુકેશ અંબાણીનું નામ ખબર નહિ હોય. મુકેશ અંબાણી સૌથી ધનિક બિઝનેસમેન તરીકે તો ઓળખાય જ છે, પણ તેઓની જીવનશૈલી માટે પણ તેઓ ખૂબ જ પ્રખ્યાત છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેમની દીકરી ઈશા અંબાણીના ભવ્ય લગ્ન કરાવ્યા અને આ વર્ષે મોટા દીકરા આકાશ અંબાણીના પણ શાહી લગ્ન કરાવ્યા. આ લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન ગણાય છે. આ લગ્નની ચર્ચા ખૂબ જ લાંબા સમય સુધી ચાલી હતી, જેમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

Image Source

જયારે મુકેશ અંબાણીએ પોતાનું આલીશાન ઘર બનાવ્યું ત્યારે આખી દુનિયા જાણવા માગતી હતી કે તેનું ઘર કેવું હશે. એ તો બધા જાણે જ છે કે તેના આ આલીશાન ઘરનું નામ એન્ટિલિયા છે અને તે 27 માળનું છે. પણ શું તમે જાણો છો કે આ ઘરને સાંભળવા અને તેની દેખરેખ રાખવા માટેના કર્મચારીઓનો પગાર કેટલો છે? તો ચાલો આજે એ જ વિષય પર વાત કરીશું કે અંબાણીના ઘરમાં કામ કરતા કર્મચારીઓ અને તેમના પગાર શું છે…

તમને જણાવી દઈએ કે એન્ટેલિયાની કિંમત 1 મિલિયન ડોલર કરતા પણ વધુ છે. જેને આ દુનિયાની મોંઘી રહેણાંક સંપત્તિ માની એક માનવામાં આવે છે. એન્ટેલિયા મુંબઈમાં અલ્ટામાઉન્ડ રોડ, કુમ્બાલા હિલ પર સ્થિત છે.

Image Source

એન્ટેલિયાની ખાસિયત એ છે કે તે રિક્ટર સ્કેલ પર 8 રેટેડ ભૂકંપથી બચી શકે છે. આ પ્રકારના શાનદાર ઘરની દેખભાળ કરવા માટે નિશ્ચિત રૂપથી વિશાળ ટીમની જરૂર પડે છે. એન્ટિલિયામાં 600 કર્મચારીઓ કામ કરે છે. અંબાણી પરિવારમાં ક્યારેય પણ કોઈ નોકરની જરૂર હોય ત્યારે છાપામાં વેકેન્સી બહાર પાડે છે અને મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી સૌથી વધુ મુશ્કેલ હોય છે.

600 કર્મચારીઓ કરે છે કામ:

મુકેશ અંબાણી પોતાના કર્મચારીઓને કોઈ નોકર નહિ પણ પોતાના પરિવારનો હિસ્સો જ માને છે. અને તેઓની સાથે આદરથી વાત કરે છે, જેવી રીતે પોતાના પરિવારની સાથે વાત કરે છે. એક રિપોર્ટ અનુસાર, પહેલા આ કર્મચારીઓનું વેતન 6 હજાર રૂપિયા હતું પણ હવે દરેક મહિને તેઓ 2 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમાં શિક્ષા અને જીવન વીમા હફતો પણ સામેલ છે. સાથે જ કર્મચારીઓના બે બાળકોને અમેરિકામાં જઈને અભ્યાસ કરવાનો પણ મોકો મળ્યો છે.

આ રીતે થાય છે ડ્રાઈવરની પસંદગી:

Image Source

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી ખૂબ જ વિધિવત રીતે થાય છે. તેઓ પોતાની માટે ડ્રાઈવર પસંદ કરવા માટે એજન્સીઓને કોન્ટ્રાકટ આપે છે. આ એજન્સીઓ દ્વારા જ અંબાણી માટે ડ્રાઈવર પસંદ કરવાની તમામ જવાબદારી ઉઠાવે છે. તેઓ ડ્રાઈવર પસંદ કરતા પહેલા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે. આ પછી આ એજન્સીઓ ડ્રાઈવરને ટ્રેનિંગ આપે છે અને લાંબી ટ્રેનિંગ બાદ તેમને મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવું પડે છે અને પછી અંબાણીના ડ્રાઇવરની પસંદગી થાય છે. મુકેશ અંબાણીના ડ્રાઈવરને 2 લાખ રૂપિયા પ્રતિ મહિનાનો પગાર આપવામાં આવે છે.

સુરક્ષા કર્મચારીઓનું વેતન:

Image Source

જેવું કે તમે જાણો છો કે અંબાણીના ઘરને જેડ સુરક્ષા આપવામાં આવી છે તેના માટે તેઓ દર મહિને 15 લાખ રૂપિયા ચૂકવે છે.

આ રીતે થાય છે નોકરોની પસંદગી:

અંબાણીના ઘરે કામ કરવા માટે તમને એક નહીં પરંતુ અનેક યોગ્યતાઓ લેવી પડશે. તમને જણાવી દઈએ કે અંબાણીના ઘરે નોકરોને એમજ નથી રાખી લેવામાં આવતા. તેમને કામ પર રાખ્યા પહેલા તેમની પરીક્ષાઓ લેવામાં આવે છે. એક કંપનીની જેમ જ પહેલા નોકરોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેમનો લેખિત રૂપમાં ટેસ્ટ લેવામાં આવે છે. જે લેખિત પરીક્ષા પાસ કરી લે તેને આવતા રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. હવે નોકરોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. જો કોઈ તેના માટે ફિટ ન હોય તો તેને સિલેક્ટ કરવામાં નથી આવતા.

Image Source

અંબાણીના સેફ: 

મુકેશ અંબાણીના ઘર માટે શેફની પસંદગી કરવા માટે ઉમેદવાર ઓબેરોય હોટલથી બોલાવવામાં આવે છે. અંબાણી પરિવારના શેફને દુનિયાની દરેક પ્રકારની વાનગીઓ બનાવતા આવડે છે. જો કે અંબાણી પરિવારને દક્ષિણ ભારતીય ભોજન વધુ પસંદ છે, પણ તેમના ઘરમાં દરેક પ્રકારનું ભોજન બને છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks