ખબર

હવે મ્યુકરમાઇકોસિસનો કહેર, સુરતમાં આ બીમારીને કારણે નીકાળવી પડી 8 લોકોની આંખો, જાણો વિગત

કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓ ઠીક થયા બાદ એક નવી બીમારીનો ઝડપથી શિકાર થઇ રહ્યો છે. જેને કારણે સમય પર સારવાર ન થવા પર દર્દીઓની આંખો નીકાળવી પડી રહી છે. કાં તો તેમની મોત થઇ રહી છે. આ બીમારી છે મ્યુકરમાઇકોસિસ…

સુરતમાં 15 દિવસની અંદર જ આવા 40થી વધુ કેસ સામે આવી ગયા છે. જેમાં 8 દર્દીઓની આંખો નીકાળવી પડી રહી છે. ગુજરાતના સુરતમાં કોરોના સંક્રમણની બીજી લહેર કહેર વરસાવી રહી છે. કોરોના દર્દીઓને બેડ, વેંટીલેટર અને ઓક્સિજનની અછતથી ઝઝૂમવું પડી રહ્યુ છે.

કોરોનાનો કહેર તો હજી સમાપ્ત થયો નથી અને ત્યાં તો આ નવી બીમારીના અનેક લોકો શિકાર થઇ રહ્યા છે. આ બીમારી એટલી ખતરનાક છે તે સમય પર સારવાર ન મળવા પર મોત થઇ શકે છે અથવા તો આંખો નીકાળવી પડી શકે છે. આ બીમારીને ડોક્ટર મ્યુકરમાઇકોસિસ કહી રહ્યા છે.

કોરોના સંક્રમિત થયા બાદ આંખમા દુખાવો, માથાનો દુખાવો વગેરે દર્દીઓ ઇગ્નોર કરે છે. આ લાપરવાહી દર્દીને ભારે પડી શકે છે. શહેરના કિરણ હોસ્પિટલમાં ઇએનટી વિશેયજ્ઞ ડોક્ટર સંકેત શાહ જણાવે છે કે, કોરોનાથી ઠીક થયા બાદ ફંગલ ઇંફેક્શન પહેલા સાઇનસમાં હોય છે અને 2થી4 દિવસમાં આંખ સુધી પહોંચી જાય છે.

એક્સપર્ટ્સનું માનીએ તો, સામાન્ય રીતે કોરોના બાદ ડાયાબિટીઝવાળા દર્દીઓમાં આ બીમારી થવાની સંભાવના સૌથી વધારે હોય છે. કોરોનાથી ઠીક થયા બાદ 2-3 દિવસની અંદર તેના લક્ષણ જોવા મળે છે. સુરત હોસ્પિટલમાં દાખલ દર્દી વધારે સૌરાષ્ટ્ર્ અને રાજયના અલગ અલગ ક્ષેત્રોથી આવેલા છે.

ડોક્ટર અનુસાર, અત્યાર સુધી 40થી વધુ કેસ તેમની પાસે આવી ચૂક્યા છે અને તેમાંથી આઠ લોકોની તો આંખો નીકાળવી પડી છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.